ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વમાં કોરોનાથી 3.48 લાખ લોકોના મોત, અમેરિકામાં મૃત્યુઆંક 1 લાખની નજીક

વિશ્વભરમાં અત્યાર સુધી કોરોનાના 55.88 લાખથી વધારે દર્દીઓ નોંધાયા છે. જ્યારે 3.48 લાખ લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, 23.66 લાખ લોકોને સારવાર બાદ સાજા થયા છે. જેથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. WHOએ હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકામાં મૃત્યુઆંક એક લાખની નજીક પહોંચ્યો છે.

Global COVID-19 tracker
વિશ્વમાં કોરોનાથી 3.48 લાખના મોત, અમેરિકામાં મૃત્યુઆંક 1 લાખની નજીક

By

Published : May 26, 2020, 8:12 PM IST

હૈદરાબાદઃ વિશ્વભરમાં અત્યાર સુધી કોરોનાના 55.88 લાખથી વધારે દર્દીઓ નોંધાયા છે. જ્યારે 3.48 લાખ લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, 23.66 લાખ લોકોને સારવાર બાદ સાજા થયા છે. જેથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. WHOએ હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકામાં મૃત્યુઆંક એક લાખની નજીક પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોનાથી 3.48 લાખના મોત, અમેરિકામાં મૃત્યુઆંક 1 લાખની નજીક

WHOના જણાવ્યા મુજબ, એક દિવસમાં 1 લાખ 2 હજાર 790 કેસ નોંધાયા છે અને 4383 લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સુરક્ષાના કારણોને લઈને કોરોના સંક્રમણની સારવાર માટે હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે સંસ્થાએ કહ્યું કે, લૈંસેટ રિપોર્ટમાં કહેવાયું છે કે સારવાર કરી રહેલા લોકોમાં હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના ઉપયોગથી મોતની સંભાવના વધી જોવા મળે છે.

  • ઈટાલીમાં 29 ફેબ્રુઆરી પછી 24 કલાકમાં ઓછામાં ઓછા 300 કેસ નોંધાયા છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 2.30 લાખ છે અને 32 હજાર 877 લોકોના મોત થયા છે.
  • બ્રાઝિલમાં 24 કલાકમાં 806 લોકોના મોત થયા છે અને 13 હજાર 51 નવા કેસ નોંધાયા છે. બ્રાઝિલ બીજો સૌથી પ્રભાવિત દેશ છે, અહીં કોરોનાના 3 લાખ 76 હજાર 669 કેસ નોંધાયા છે. 23 હજાર 522 લોકોના મોત થયા છે.
  • પાકિસ્તાનમાં સંક્રમણ વધવાના કારણે ફરી લોકડાઉન લાગી શકે છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 57 હજાર 705 કેસ નોંધાયા છે. 1,197 લોકોના મોત થયા છે.
  • સ્પેનની સરકારે વિદેશી પ્રવાસીઓને જુલાઈ મહિનાથી દેશમાં આવવાની પરવાનગી આપી દીધી છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 2.82 લાખ કેસ નોંધાયા છે અને 26 હજાર લોકોના મોત થયા છે.
  • ચીનમાં સોમવારે સાત નવા કેસ નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 82 હજાર 992 લોકોના મોત થયા છે અને 4638 લોકોના મોત થયા છે

ABOUT THE AUTHOR

...view details