હૈદ્રાબાદ: આખી દુનિયા કોરોના વાઈરસથી પીડાઈ રહ્યું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 2,52,407 લોકો કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે આ વાઈરસથી 36,46,211થી વધુ લોકો ચેપગ્રસ્ત છે.
આ આંકડાઓ વર્લ્ડમીટરમાંથી લેવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાંથી કોરોના વાઈરસ ચેપગ્રસ્ત 12,00,170 લોકો સ્વસ્થ બન્યા છે. 5 મેની સવાર સુધી વિવિધ દેશોમાં કોરોના ચેપગ્રસ્ત લોકોમાં 21,93,634થી વધુ પોઝિટિવ કેસ છે. હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે.
વિશ્વમાં કોરોનાના કારણે થયેલા મોત અને ચેપગ્રસ્તોની સંખ્યા
- અમેરિકામાં કોરોના વાઈરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 69,921 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 12,12,900 કોરોના પોઝિટિવ કેસ છે.
- સ્પેનમાં આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4,298 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 2,48,301 કોરોના પોઝિટિવ કેસ છે.
- ઈટાલીમાં કોરોનાને કારણે 29,079 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 2,11,938 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
- બ્રિટનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 28,734 છે. જ્યારે 1,90,584 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
- ફ્રાંસમાં કોરોના વાઈરસને કારણે 25,201 લોકોનાં મોત થયાં છે, જ્યારે 169,462 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
- જર્મનીમાં, 6,993 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 166,152 લોકોને કોરોના ચેપ લાગ્યો છે.
- રશિયામાં અત્યાર સુધીમાં 1,356 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 145,268 છે.
- બ્રાઝિલમાં 7,367 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જ્યારે 108,620 કોરોના પોઝિટિવ કેસ છે.
- સ્વિટ્ઝર લેન્ડમાં કોરોના વાઈરસના કારણે 1,784 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ચેપગ્રસ્તોની સંખ્યા 29,981 છે.
- સ્વીડનમાં 2,769 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે 22,721 કોરોના પોઝિટિવ કેસ છે.
- પાકિસ્તાનમાં કોરોના કેસમાં વધારો થયો છે. ત્યાં 21,501 કોરોના પોઝિટિવ કેસ છે. જ્યારે 486 લોકોનાં મોત નીપજ્યાં છે.
કોરોના વાઈરસને કારણે વિશ્વના અર્થતંત્રને પણ મોટું નુકસાન થયું છે. હવે આખું વિશ્વ આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે.