નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં 9,35,957 થી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જ્યારે 47,245 લોકો મોત થયા છે. તો લગભગ 1,94,286 લોકો સ્વસ્થ થયા છે.
કોરોના વાઈરસ મોટાભાગના લોકો માટે હળવા અથવા મધ્યમ લક્ષણોનું કારણ બને છે. ખાસ કરીને વૃદ્ધ અને હાલની આરોગ્ય સમસ્યાઓવાળા લોકો માટે, તે વધુ ગંભીર બીમારી અથવા મૃત્યુનું કારણ બની શકે છે.
COVID-19: વિશ્વભરના લોકો ઘરમાં રહેવા મજબૂર, મૃત્યુઆંક 47,245 પાર પહોંચ્યો - ગ્લોબલ ટ્રેકર
કોરોના વાઈરસના કહેરને અટકાવવા માટે વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતી જરૂરી બની છે. કારણે કે, મૃત્યુઆંક 50,000 પાર પહોંચ્યો છે. અમેરિકા જેવો વિકાસશીલ દેશ પણ આ મહામારીથી પીડાઈ રહ્યો છે. તો ઈટલી અને સ્પેનમાં લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર થયા છે.
![COVID-19: વિશ્વભરના લોકો ઘરમાં રહેવા મજબૂર, મૃત્યુઆંક 47,245 પાર પહોંચ્યો Global COVID-19 tracker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6628483-681-6628483-1585800441709.jpg)
Global COVID-19 tracker
નોંધનીય છે કે, ન્યૂ યોર્કમાં 13 માર્ચે વાઈરસ સંબંધિત પ્રથમ મૃત્યુ થયું હતું. જે 82 વર્ષીય મહિલા હતી. હાલ 12,000 લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ચીનમાં ડિસેમ્બરમાં પહેલો કેસ આવ્યા બાદ આ વાઈરસથી અંદાજે 192 દેશ સંક્રમિત થયા હતા. જેમાં 8,27,000 લોકો અસરગ્રસ્ત થયા હતા. જેની સામેે ઓછામાં ઓછા 1,72,500 લોકો રીકવર થયા હતા.