- અમેરિકાના ફ્લોરિડાના સર્ફસાઈડમાં ગયા ગુરૂવારએ એક ઈમારત પડી હતી
- એક અઠવાડિયાથી ઈમારતના કાટમાળમાં બચાવ કાર્ય ચાલુ છે
- એક અઠવાડિયા પછી કાટમાળમાંથી ફરી ચાર મૃતદેહ મળ્યા,
સર્ફસાઈડ: અમેરિકાના ફ્લોરિડાના સર્ફસાઈડમાં ઈમારતના કાટમાળથી વધુ ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 16 સુધી પહોંચી છે. ગયા ગૂરૂવારે થયેલી આ દુર્ઘટના પછી 900 જેટલા બચાવકર્મીઓ સતત કાટમાળમાંથી મૃતકોની તપાસમાં લાગ્યા છે. ફ્લોરિડાના સર્ફસાઈડમાં એક ઈમારત પડી ગઈ હોવાથી તેના કાટમાળમાં અનેક લોકો ફસાયા હતા. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી અહીં બચાવકાર્ય ચાલી રહ્યું છે. હાલમાં ફરી ચાર મૃતદેહ મળ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 16 થઈ છે.
આ પણ વાંચો-પાલનપુરમાં 2 વર્ષ અગાઉ 1.17 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ ધરાશાયી
આ ઘટના પછી અત્યાર સુધી 140 લોકો ગુમ છે