ન્યૂયોર્કઃ US ડેવિસ કપના પૂર્વ કેપ્ટન પેટ્રિક મેકેનરોએ કહ્યું છે કે, હું સારવાર બાદ કોરોના વાઇરસથી મુક્ત થયો છું. મારો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
અમેરિકન ડેવિસ કપ ટેનિસ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માર્ચમાં એક પરીક્ષણમાં દરમિયાન કોરોના પોઝિટિવ થયાં હતાં. પેટ્રિકે ટ્વિટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે, "મારા અને મારી પત્ની મેલિસા માટે એક મહત્વના સમાચાર છે, અમે આજે સવારે ફરીથી પરીક્ષણ કર્યું હતું. જેમાં અમે બંને કોરોના નેગેટિવ આવ્યાં છીએ.
મહત્વનું છે કે, પેટ્રિક મેકેનરો સાત વખતના સિંગલ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન જ્હોન મેકેનરોના નાના ભાઈ છે. પેટ્રિકે એક અહેવાલ આપ્યો હતો કે, આજનું પરીક્ષણ ન્યૂયોર્કના વેસ્ટચેસ્ટર કાઉન્ટીની એ જ પ્રયોગશાળામાં પરીક્ષણ થયું છે, જ્યાં અમારુ પ્રારંભિક પરીક્ષણ થયું હતું.
કોરોનાએ ન્યૂયોર્કમાં વિનાશ વેર્યો છે, ત્યારે અહીં કોરોનાથી 12 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. શનિવારે પણ 540 લોકોનાં મોત થયાં છે. જો કે, છેલ્લાં બે સપ્તાહમાં મોતનો આંકડો ઘટ્યો છે. જે બહુ સારા સમાચાર છે.