હ્યૂસ્ટન: હ્યૂસ્ટનના પોલીસ પ્રમુખે જણાવ્યું કે, જૉર્જ ફ્લૉઈડના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હ્યૂસ્ટન લાવવામાં આવ્યો છે. પોલીસ પ્રમુખ આર્ટ એકવેડોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ફ્લૉઈડનો પરિવાર પણ સુરક્ષિત પહોચી ગયો છે.
અંતિમ સંસ્કાર માટે જૉર્જ ફ્લૉઈડના મૃતદેહને હ્યૂસ્ટન લાવવામાં આવ્યો - latestinternationalnews
ગત 25 મેના રોજ પોલીસ પ્રતાડના દરમિયાન અમેરિકી-આફ્રિકી અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડનું મૃત્યુ થયું હતું. હ્યૂસ્ટનના પોલીસ પ્રમુખે કહ્યું કે, જૉર્જ ફ્લૉઈડના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હ્યૂસ્ટન લાવવામાં આવ્યો છે.

etv bharat
આજે હ્યૂસ્ટનમાં ફ્લૉઈડના મૃતદેહને 6 કલાક માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જે બાદ તેમના મૃતદેહની દફનવિધી કરવામાં આવશે. ગત 25 મેના રોજ એક પોલીસ અધિકારી દ્વારા આફ્રિકી-અમેરિકી અશ્વેત જૉર્જ ફ્લૉઈડનું ગળું દબાવવાથી તેમનું મૃત્યુ થયું હતું.
ત્યારથી અમેરિકામાં વિરોધ-પ્રદર્શન શરુ થયું છે અને નસ્લવાદ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે. આ પહેલા ફ્લૉઈડને મિનિયેપોલિસ અને રાયફોર્ડ, ઉત્તરી કૈરોલિનામાં શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી છે. જ્યોર્જ ફ્લોઈડનો જન્મ ઉત્તરી કૈરોલિનમાં થયો હતો.