ગુજરાત

gujarat

ETV Bharat / international

અટલાંટાના કંબરલેન્ડ મૉલમાં ફાયરિંગ, એક ઇજાગ્રસ્ત - Gujarati News

તિબ્લિસીઃ જોર્જિયાના મુખ્ય શહેર અટલાંટાના એક મૉલમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતા. મૉલમાં થયેલા આ ફાયરિંગથી તમામ દુકાનદારોમાં દહેશત ઉભી કરી હતી.

Etv Bharat, Gujarati News, International News
અટલાંટાના કંબરલેન્ડ મૉલમાં ફાયરિંગ

By

Published : Dec 15, 2019, 9:48 AM IST

આ ઘટનાને લઇને કૉબ કાઉન્ટીએ કહ્યું હતું કે, વ્યક્તિ બપોરે એક કલાક બાદ કંબરલેન્ડ મૉલમાં ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ ગોળીબારી કરનારો વ્યક્તિ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પોલીસ હજૂ સુધી ઇજાગ્રસ્તની ઓળખ કરી શકી નથી અને સાથે જ પીડિતની હાલતની પણ કોઇ જાણકારી મળી નથી.

આ તરફ પોલીસનું કહેવું છે કે, આ સંદિગ્ધ વ્યક્તિની ઓળખ થઇ ચૂકી છે અને તેની શોધખોળ શરૂ છે.

આ ઘટનાસ્થળે ઉપસ્થિત ત્રણ સાક્ષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો, જે બાદ એક વ્યક્તિને મૉલના ફુડ કોર્ટમાં ઇજાગ્રસ્ત જોયો હતો. જો કે, ત્રણ સાક્ષીઓએ પોતાની ઓળખ જણાવી નથી.

ABOUT THE AUTHOR

...view details