ગુજરાત

gujarat

ETV Bharat / international

ટિકટોકને એપ સ્ટોર પરથી પ્રતિબંધ મૂકવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર કોર્ટની રોક - એએનઆઇ

અમેરિકાના વોશિંગ્ટનમાં મોડી રાત્રે કોર્ટના ન્યાયાધીશે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચીની એપ ટિકટોકને એપ સ્ટોર પર પ્રતિબંધ કરવાના આદેશ પર સ્ટે આપ્યો હતો.

TikTok
ટિકટોક

By

Published : Sep 28, 2020, 9:57 AM IST

ન્યૂયોર્ક : અમેરિકાના વોશિંગ્ટનમાં મોડી રાત્રે કોર્ટના ન્યાયાધીશે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચીની એપ ટિકટોકને એપ સ્ટોર પર પ્રતિબંધ કરવાના આદેશ પર સ્ટે આપ્યો હતો.

આપને જણાવી દઇએ કે, પ્રશાંસને ચીની એપ ટિકટોકને ડાઉનલોડ કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. જેમાં ટ્રમ્પ પ્રશાંસને કહ્યું કે, રવિવારે એપલ અને ગુગલ પ્લે સ્ટોરમાંથી ટિકટોકને ડાઉનલોડ કરી શકાશે નહીં.

વોશિંગ્ટનમાં રવિવારે મોડી રાત્રે અમેરિકી ન્યાયાધીશે ટ્રમ્પ પ્રશાસનના આ આદેશ પર અસ્થાયી રૂપથી રોક લગાવી દીધી છે.

અમેરિકી જિલ્લા ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે એક આદેશમાં કહ્યું કે, ટિકટોક એપ સ્ટોર પર પ્રતિબંધ મૂકતો પ્રારંભિક આદેશ જારી કરી રહ્યો છે. ટિકટોકના વકીલ જોન ઇ હોલે રવિવારે સવારે 90 મિનિટ ચાલેલી સુનાવણી દરમિયાન કહ્યું કે, આ પ્રતિબંધ અભૂતપૂર્વ અને તર્કહીન છે. હોલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આજે રાત્રે આ એપ સ્ટોર પર પ્રતિબંધ લગાવવાનો શું મતલબ છે.

અમેરિકી અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યકત કરી છે કે, એપ્લિકેશનનો ઉપયોગ કરતા 100 મિલિયન અમેરિકનો દ્વારા એકત્રિત કરવામાં આવેલા વ્યક્તિગત ડેટાને ચીન સરકારની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા હસ્તગત કરવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details