- ફેસબુકની તમામ સર્વિસીઝ બંધ રહેતા ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને થયું નુકસાન
- માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં 6 કલાકમાં જ 7 અબજ ડોલર (52,217 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો
- માર્ક ઝુકરબર્ગ અબજોપતિની યાદીમાંથી એક ક્રમાંક નીચે આવી ગયા
ન્યૂઝ ડેસ્કઃ સોમવારે અચાનક જ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટગ્રામ ડાઉન થઈ ગયા હતા, જેના કારણે ફેસબુકના સંસ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગને વ્યક્તિગત રીતે મોટું નુકસાન પહોંચ્યું છે. તેમની નેટવર્થમાં 6 કલાકમાં જ 7 અબજ ડોલર (52,217 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે અને તેઓ અબજોપતિની યાદીમાંથી એક ક્રમાંક નીચે આવી ગયા છે. આ રીતે ઝુકરબર્ગની નેટવર્થમાં પ્રતિ કલાક 116.66 કરોડ ડોલર (લગભગ 8,700 કરોડ રૂપિયા)નો ઘટાડો આવ્યો છે.
આ પણ વાંચો-Whatsapp, Instagram and Facebook: 7 કલાક પછી પુન: શરુ થયા : જાણો કેમ સેવાઓ થઇ ઠપ
ભારતમાં રાત્રે 10 વાગ્યા પછી સર્વિસીઝ ડાઉન થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ભારતીય સમયાનુસાર સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સૌએ જોયું કે વિશ્વભરમાં ફેસબુકની તમામ સર્વિસીઝ ડાઉન છે. ફેસબુકની સર્વિસીઝ સિવાય ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, અમેરિકી ટેલિકોમ કંપનીઓ જેવી કે, વેરિઝોન, એટી એન્ડ ટી અને ટી મોબાઈલની સર્વિસીઝ કલાકો સુધી ઠપ રહી હતી. આ બધાને જોતા અમેરિકી શેર બજારમાં ફેસબુકના શેર્સની કિંમતમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, સપ્ટેમ્બરના મધ્યમાં આ શેર 15 ટકા તૂટી ચૂક્યો છે.
આ પણ વાંચો-અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ, તાલિબાનથી બચવામાં કરશે મદદ
ધીમે ધીમે સેવાઓ ફરી શરૂ કરાઈ
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરે કામ શરૂ કરી દીધું છે. કેટલાક કલાકો સુધી ડાઉન રહ્યા પછી એક એક કરીને એપ્સ ફરીથી કામ કરવા લાગી છે. આ ઉપરાંત ફેસબુકની અન્ય કેટલીક સેવાઓ પણ ઠપ હતી. એક ન્યૂઝ એજન્સી મુજબ, લગભગ 6 કલાક સુધી આ ડાઉન રહ્યા પછી આ એપ્સે ફરીથી આંશિક રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ડાઉન થયા પછી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, તેની પાછળ કારણ શું હતું. કેટલાક લોકોએ આને સાઈબર એટેક ગણાવ્યો હતો. તો કેટલાકે કહ્યું હતું કે,ત DNS ઈશ્યુ છે. તો કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે આની જાણકારી છે અને તેઓ આને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.