હૈદરાબાદ: ગુણવત્તાસભર મેડીકલ પ્રોડક્ટ્સ આરોગ્યમાં સુધારો કરે છે અને લોકોની જીંદગી બચાવવામાં મદદરૂપ થાય છે. દુનિયાની ત્રીજા ભાગની વસ્તી યોગ્ય ગુણવત્તાસભર દવાના અભાવમાં જ સારવાર મેળવે છે. તો બીજી તરફ આંકડાઓ પરથી જાણવા મળે છે કે ઓછી આવક વાળા દેશોમાં 10% દવાઓ ઉંચી કીંમતની તેમજ નીચી ગુણવતા વાળી હોય છે.
મે 2015માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના ‘મોડેલ લીસ્ટ ઓફ ઇશેન્સીયલ મેડીસીન્સ’માં કેટલીક મહત્વની દવાઓને ઉમેરો કર્યો હતો. આ યાદીને ‘ઇસેન્શીયલ મેડીસીન્સ લીસ્ટ’ (આવશ્યક દવાઓની યાદી) તરીકે પણ ઓળખી શકાય.
તાજેતરમાં WHO દ્વારા એક નવી ગાઇડલાઈન બહાર પાડીને વિશ્વના દેશોને તેમની જરૂરીયાતો મુજબ તેમની પોતાની એક ‘આવશ્યક દવાઓની યાદી’ તૈયાર કરવા કહેવામાં આવ્યુ છે.
આજના સમયમાં દવાઓના ભાવ સતત વધી રહ્યા છે. તેવામાં દુનિયાની અડધી વસ્તી આવશ્યક દવાઓને ખરીદવા માટે આર્થીક રીતે સક્ષમ નથી.
વૈશ્વીક આરોગ્યને જાળવવા માટે દુનિયાભરના લોકો યોગ્ય કીંમતે ગુણવત્તાસભર દવાઓને તેમની જરૂરીયાત મુજબ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં ઇસેન્શીયલ મેડીસીનની યાદી મહત્વનો ભાગ ભજવશે.
WHOનુ નવુ મેન્યુઅલ દુનિયાના લોકોને તેમની જરૂરીયાત મુજબ દવાઓ મળી રહેશે તે માટેનો એક ખાતરી પત્ર છે. આ યાદી તૈયાર કરવાનો હેતુ દવાઓની જરૂરીયાતોને અને તેની કીંમતોને લઈને પાર્દર્શીતા ઉભી કરવાનો છે.
એ નોંધવુ પણ જરૂરી છે કે મોટાભાગના દેશોની ઇસેન્શીયલ મેડીસીનની યાદી WHO એ વૈશ્વીક સ્તરે તૈયાર કરેલી યાદી થી અલગ છે. WHO ની યાદીમાં માત્ર સલામતી અને સુરક્ષાને લગતી દવાઓનો જ સમાવેશ થાય છે.