ગુજરાત

gujarat

ETV Bharat / international

ચૂંટણી મુદ્દાઓ પર ટ્રમ્પ અને બિડેન ના વલણની સમજુતી - international news

ડોનાલ્ડ ટ્રમ્પે કર ઘટાડવાનું તેમજ અને નિયમનકારી કાપનું આયોજન બતાવી પોતાને એક રૂઢિચુસ્ત મસિહા દર્શવી, બિડેનને સમાજવાદી ઠઠ્ઠાચિત્ર તરીકે દર્શાશી રહ્યા છે. જ્યારે બિડેન સંઘીય સરકાર ને કોરોના વાયરસ સામે લડવાની, અર્થવ્યવસ્થાની પુન પાટા પર લાવવા અને સદીઓ ની સંસ્થાકીય જાતિવાદ અને પ્રણાલીગત અસમાનતાઓને દૂર કરવા માટેના બળ તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે .

Trump-Biden
Trump-Biden

By

Published : Oct 22, 2020, 10:54 PM IST

વૉશિંગ્ટન: 2020 ના પ્રમુખપદની ઝુંબેશની વચ્ચે, એક ગતિશીલ સ્થિર રહ્યું છે: 3 નવેમ્બરની ચૂંટણી મતદારોને નોંધપાત્ર રીતે જુદા જુદા નીતિ માર્ગો વચ્ચે પસંદગીની તક આપે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ઘણા સાથી રિપબ્લિકન્સ ની જેમ, કર ઘટાડા અને નિયમનકારી કાપને આર્થિક અનિવાર્ય ગણાવી અને સંસ્કૃતિના યુદ્ધો માં રૂઢિચુસ્ત મસિહા તરીકે પોતાને દર્શાવ્યા છે. રાષ્ટ્રપતિ એ બીજા કાળ માં સરકાર કેવી રીતે કામ કરશે તેના વિશે થોડી વિગતો આપી છે. તેમની અત્યંત સુસંગત દલીલ, ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી બીડેન અને તેમની પાર્ટીને, યુ.એસ. નીતિને ડાબેરી તરફ લઇ જતા રોકવા પર કેન્દ્રિત છે. જોકે બીડેન, એમ માને છે તેઓ, ટ્રમ્પ દ્વારા દર્શાવવામાં આવેલ સમાજવાદી ઠઠ્ઠાચિત્ર નથી. પરંતુ મધ્ય ડાબેરી ડેમોક્રેટ છે જે કોરોના વાયરસ સામે લડવા, અર્થવ્યવસ્થા ને ફરીથી પાટા પર લાવવા અને સદીઓના સંસ્થાકીય જાતિવાદ અને પ્રણાલીગત અસમાનતાઓને દૂર કરવા માટેના એક બળ તરીકે સંઘીય સરકારને દોરશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને યુ.એસ. સેનેટર તેમણે ભુતકાળમં કરેલ કરારો પુરાવા તરીકે રજુ કરે છે જે તેઓ ઓવલ ઑફિસથી ફરીથી કરી શકે છે. હરીફો ચાવીરૂપ મુદ્દાઓ પર ક્યાં છે તે જુઓ.

કોરોના વાયરસ

ટ્રમ્પ માટે સૌથી મોટો અવરોધ

ઉનાળા દરમિયાન, ટ્રમ્પ એ સ્વીકાર કરતાં હતા કે રોગચાળો ની પરિસ્થિતિ " સુધરે તે પહેલા જ તે વધુ ખરાબ થઈ શકે" અને યુ.એસ.માં કટોકટી હવે વણાંક લઇ રહી છે . ત્યારબાદ તેઓ પોતે પણ કોરોનાની ઝપેટ માં આવી ગયા. રોગચાળો તેમના પુનરાવર્તન ની આશાઓ માટે સૌથી મોટો અવરોધ છે, અને ચૂંટણી ને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાયરસ સાથેની તેમની લડતે આ મુદ્દાને ફરીથી કેંદ્ર પર લાવીને મુકી દીધો છે.

તાજેતરના એક મતદાન અનુસાર, એસોસિએટેડ પ્રેસ-એન.ઓ.આર.સી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચ અનુસાર , 10 અમેરિકનો માં થી લગભગ 7 અમેરિકનો માને છે કે રાષ્ટ્ર ખોટા પાટા પર જઇ રહ્યો છે, અને ફક્ત 39% અમેરિકનો 207,000 થી વધુ લોકોનો ભોગ લેનાર મહામારી ને ડામવા ટ્રમ્પ દ્વારા લેવાયેલ પગલાઓને સમર્થન આપે છે . માર્ચ અને એપ્રિલમાં કોરોના વાયરસ રાહત ફંડ માટે કોંગ્રેસ ત્રણ અબજ ડોલર ની મંજુરી આપી હતી , અને બીજી વખત રાહત આપવા ના મુદ્દે ડેમોક્રેટ્સ અને વ્હાઇટ હાઉસ આમને સામને છે. ટ્રમ્પ દ્વારા તેમને જે જોઈએ છે તેના પર મિશ્ર સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. જવાબની અગ્રણીતા માટે મોટે ભાગે ટ્રમ્પે રાજ્યપાલો ને જવાબદારી સોંપી છે. બિડેન રોગચાળાને લઈને ટ્રમ્પ સાથેના તેના કેટલાક તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે રાષ્ટ્રપતિ અને સંઘીય સરકાર આવી કટોકટી માટે જ અસ્તિત્વ ધરાવે છે અને ટ્રમ્પ ની નિષ્ફળતા હજારો રોકી શકાય તેવું મૃત્યુ માટે જવાબદાર છે..

બિડેન રાજ્ય અને સ્થાનિક સરકારો સાથે, ઉદ્યોગો અને વ્યક્તિઓને મદદ કરવા ઉદાર સંઘીય ખર્ચને સમર્થન આપે છે. તેમણે સંરક્ષણ પ્રોડક્શન એક્ટના આક્રમક ઉપયોગની પણ ખાતરી આપી છે, જે યુદ્ધ સમયનો કાયદો છે જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ખાનગી ખાનગી ક્ષેત્રની કેટલીક પ્રવૃત્તિઓને નિર્દેશિત કરવા માટે કરી શકે છે.

વધુમાં, બિડેન, સરકારના વૈજ્ઞાનિકો અને ચિકિત્સકો ને લોકો સુધી સતત સંદેશા પહોંચાડવાનું વચન આપે છે, અને તેઓ યુ.એસ.ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ફરીથી જોડાવા માટે જણાવે છે. તે રાષ્ટ્રીય માસ્ક આદેશ માટે એક્ઝિક્યુટિવ પાવરનો ઉપયોગ કરવા પણ તૈયાર છે, પરંતુ તે અમલવારી યોગ્ય છે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે.

શિક્ષણ

ટ્રમ્પે શાળાઓને સંપૂર્ણપણે વ્યક્તિગત શિક્ષણ માટે ફરીથી ખોલવા પર જોર આપે છે અને જાહેરાત કરી છે કે સંઘીય સરકાર, લાખો ઝડપી કોરોનાવાયરસ પરીક્ષણો વહેંચવાનું શરૂ કરશે. તેમણે રાજ્યપાલો ને વિનંતી કરી છે કે તેઓ બાળ મંદિર થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવા માટે ઉપયોગ કરે. ટ્રમ્પ દ્વારા શાળાઓને ફરીથી ખોલવા માટેના તેમના આહવાનનો ઉપયોગ, અનુદાનિત શાળાઓ અને પસંદગીની શાળા માટેના તેમના સમર્થન પર લોકો નું ધ્યાન આર્કિષ્ત કરવાની તક તરીકે કર્યો છે. અનુદાનિત શાળાઓ અને વાઉચર શાળા પ્રોગ્રામ ના લાંબા સમયના પ્રસ્તાવક, શિક્ષણ સચિવ બેટ્સી ડેવોસ સૂચન કર્યું છે કે પરિવારોને જિલ્લાઓ ની શાળા માટે ફાળવવામાં આવેલા સંઘીય નાણાં લેવાની મંજૂરી આપવામાં આવે છે જે ખુલતી નથી અને ખાનગી શાળાઓ જે ખુલે છે તેના પર ખર્ચ કરે. ટ્રમ્પ ના મોટાભાગના પ્રથમ કાર્યકાળ માટે, તેમના વહીવટીતંત્રે સંધીય શાળા અનુદાન સહાયમાં મોટો વધારો માંગ્યો છે . કોંગ્રેસે પ્રમાણ માં નાના વધારા સાથે પ્રતિક્રિયા આપી છે .

ઉચ્ચ શિક્ષણ મુદ્દા પર, ટ્રમ્પ વારંવાર ફરિયાદ કરે છે કે કેમ્પસ "ક્રાંતિકારી ડાબેરી સ્વતંત્રતા" દ્વારા ઘેરાયેલા છે. તેમણે યુનિવર્સિટીઓ ને આપવામાં આવતા ભંડોળ ને બંધ કરવાની ચીમકી આપી છે અને કહ્યું છે કે તેઓ ટ્રેઝરી વિભાગને કર મુક્તિની સ્થિતિ અને અનિશ્ચિત શાળાઓ ને સંઘીય ભંડોળ માટે પુનર્વિચારણા કરવા માટે કહેશે. બીડન ઇચ્છે છે કે વાવાઝોડા અને વાઇલ્ડ ફાયર જેવા રાષ્ટ્રીય આફતો માટે વપરાતા સમાન ફેડરલ કાયદા દ્વારા શાળાઓને પણ રોગચાળા સંબંધિત ખર્ચ માટે વધુ સંઘીય સહાય મળે.

કોવિડ સિવાય, બિડેન ઇચ્છે છે કે સંઘીય સરકાર રાજ્યો સાથે ભાગીદારી કરે કે જેથી વાર્ષિક 1,25,000 કમાતા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું ટ્યુશન-મુક્ત બનાવી શકાય . બે-વર્ષ શાળાઓમાં આભ્યાસ કરનાર દરેકને, આવક ધ્યાનમાં લીધા વિના,સહાય આપવામાં આવશે. તેમણે ઐતેતિહાસિક બ્લેક કોલેજો માટે ઝડપથી સહાય વધારવાની દરખાસ્ત પણ કરી છે. તેમની શિક્ષણ યોજનાઓનુ એકંદર 10-વર્ષનું ખર્ચ , આશરે 850 અબજ ડોલર થાય છે. તેઓ 3- અને 4 વર્ષના બાળકો માટે બાલ મંદિર કાર્યક્રમો માટે સાર્વત્રિક પ્રવેશ માટે આહવાન કરે કરે છે. ત્રિવિધ શીર્ષકમાં , ઓછી આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓની વધુ સંખ્યાવાળી શાળાઓ માટે ખર્ચ; ઓન-કેમ્પસ સામાજિક કાર્યકરો જેવી બિન-વર્ગખંડની સ્થિતિ માટે વધુ સહાય; જાહેર શાળા ઇમારતો માટે સંઘીય માળખાકીય ખર્ચ; અને સંઘીય અપંગતા કાયદાના પાલન માટે શાળાઓના ખર્ચને આવરી લેવાનો સમાવેશ છે . બિડેન કરદાતાના નાણાં નફાકારક અનુદાનિત શાળાના વ્યવસાય પાછળ ખર્ચ કરવાનો પણ વિરોધ કરે છે, અને તેમણે વચન આપ્યું છે કે તેમના શિક્ષણ સચિવને વર્ગખંડમાં શિક્ષણનો અનુભવ મળશે.

સ્વાસ્થ્ય કાળજી

વ્હાઇટ હાઉસના ઉમેદવાર તરીકે, ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાસ્થ્ય સંભાળ કાયદાની "તાત્કાલિક" બદલી તેમની એક યોજનાથી કરશે કે જે "દરેકને વીમો આપશે." અમેરિકનો હજી પણ તેમની યોજનાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પ,આરોગ્ય સંભાળ મુદ્દે પાછા આવ્યા છે, જ્યારે તેમના વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ રોગચાળા ને સંચાલિત કરવાની રીત ને નો લોકો દ્રારા અસ્વીકાર કરવામાં આવ્યો છે અને એફોર્ડેબલ કેર એક્ટના ભાવિ વિશે વધતી અનિશ્ચિતતા જેને તેમનું વહીવટ તંત્ર સુપ્રીમ કોર્ટને રદ કરવા આગ્રહ કરે છે. તેઓ પોષણક્ષમ ભાવો, દવાઓની ઓછી કિંમતો, ગ્રાહકો પસંદગી અને વધુ પારદર્શિતા માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ માટેના તેમના ચાર વર્ષ જુના વચનોનું પુનરાવર્તન કરી રહ્યા છે.

તેમણે આશ્ચર્યજનક મેડીકલ બીલો નો અંત લાવવા માટે પ્રબંધક આદેશોની જાહેરાત એ જણવાતા કરી હતી કે ઓબોમા કેર બંધ કરવામાં આવે તો પણ જે લોકો પુર્વ લક્ષણો ધરાવાતા હોય તેમનું રક્ષણ કરવાની યુ.એસ સરકારની નીતી છે. જો કે, પુર્વ લક્ષણો વાળા લોકોનું રક્ષણ કરવનો કાયદો પહેલાથી જ છે, અને ટ્રમ્પ ને કાયદા દ્વારા નવી નીતિ ઘડવા માટે કોંગ્રેસમાં જવું પડશે. રાષ્ટ્રપતિ ની પહેલી ચર્ચામાં ટ્રમ્પે સ્વાસ્થ્ય વીમો રાખવા માટે ઓબામા કેર ના વ્યક્તિગત આદેશને રદ કરવાની પણ તૈયારી કરી હતી

બિડેન મોટી સંખ્યામાં લોકોને વધુ ઉદાર કવરેજ આપવા માટે ઓબામાના કાયદાને વિસ્તૃત કરવા અને "મેડિકેર જેવા જાહેર વિકલ્પ" ઉમેરવા માંગે છે જે ખાનગી વીમા દાતાઓ સાથે હરીફાઈ કરે અને કામ કરતા અમેરિકનો માટે ઉપલબ્ધ હોય. બિડેન નો અંદાજ છે કે 10 વર્ષમાં લગભગ 750 અબજ ડોલરનો ખર્ચ થશે. આ નીતી બિડેન ને ટ્રમ્પ ની વચ્ચે વચ્ચે મુકે છે, જે 2010 ના કાયદાને રદ કરવા માંગે છે, જેઓ ઇચ્છે છે કે ખાનગી વિમાના બદલામાં એકલ ચૂકવનાર સિસ્ટમ સંપૂર્ણ રીતે લાવવામાં આવે. બિડેન તેમનો અભિગમ સાર્વત્રિક કવરેજ તરફ વધુ એક પગલા તરીકે જુએ છે અને કોંગ્રેસના માધ્યમથી તે મેળવી શકે છે. બિડેને હાલની સુપ્રીમ કોર્ટની ખાલી જગ્યાને આરોગ્ય સંભાળના મામલામાં ફેરવવાનો પ્રયાસ પણ કર્યો છે, જેમાં નોંધ્યું હતું કે સ્વર્ગીય ઉદારમતવાદી ન્યાયાધીશ રૂથ બેડર ગિન્સબર્ગ 2010 ના આરોગ્ય સંભાળ કાયદાને સમર્થન માં મુખ્ય મત હતા. જ્યારે ટ્રમ્પના નામાંકિત, સંઘીય અપીલ ન્યાયાધીશ એમી કોની બેરેટે, તે નિર્ણયમાં કોર્ટના તર્કની ટીકા કરી છે.

વિદેશી નીતિ

તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે તેમની વિદેશ નીતિ "અમેરિકા પ્રથમ " ના મંત્રની આસપાસ બનાવી હતી .પરંતુ ચૂંટણીના ના અંતિમ ચરણમાં બેહરીન અને સંયુક્ત આરબ અમીરાતના ખાડી ના રાજાશાહોને ઇઝરાઇલ સાથે વેપાર અને રાજદ્વારી સંબંધો ખોલવાના કરાર પર હસ્તાક્ષર કરવા સમજાવી, ટ્રમ્પ પોતાને આંતરરાષ્ટ્રીય સુલેહશાંતિ કરાવનાર તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે અન્ય આરબ રાષ્ટ્રો ઇઝરાઇલ સાથે ઓપચારિક સંબંધો શરૂ કરવાના કગાર પર છે.

યુ.એસ – મેક્સિકો વચ્ચે 200 માઇલ (320 કિલોમીટર) કરતાં વધુ ની દિવાલના નિર્માણ , નાટોના સભ્યોને તેમના કુલ ઘરેલુ ઉત્પાદનના 2% ખર્ચ, સંરક્ષણ પર ખર્ચ કરવા અને અફઘાનિસ્તાનમાં અને અન્ય સ્થળો થી યુ.એસ. સૈન્યને ઘટાડવા ને તેઓ મોટી સિદ્ધિ ગણાવે છે. તેમણે પેરિસના આબોહવા કરારમાંથી પીછેહટ કરવાની પણ ઇચ્છા દર્શાવી હતી. ટ્રમ્પ પેરિસ કરારમાંથી સત્તાવાર રીતે પાછું ખેંચી શકે છે - તે ગ્લોબલ વોર્મિંગને 3.6 ડિગ્રી ફેરનહિટથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કરે છે - કરારના ઉદાહરણ તરીકે, " અન્ય દેશોનો વિશિષ્ટ લાભ, યુનાઇટેડ સ્ટેટ્સ માટે ગેરલાભ છે.". ઓબામા દ્વારા હસ્તાક્ષર કરાયેલા આ કરારમાં એવી શરત મુકવામાં આવી છે કે કોઈ પણ રાષ્ટ્ર તેના પર હસ્તાક્ષર કર્યા પછી ચાર વર્ષ સુધી પાછા હટી શકશે નહીં. યુ.એસ. માટે, 4 નવેમ્બર - યુ.એસ. ની ચૂંટણી પછી નો એક દિવસ.

રાષ્ટ્રપતિ એ પણ તાલિબાન સાથેના 29 મી ફેબ્રુઆરીના શાંતિ કરારમાં નિર્ધારિત સમયમર્યાદા કરતા વહેલામાં વહેલી તકે અફઘાનિસ્તાન છોડવાની ઇચ્છા સ્પષ્ટ કરી દીધી છે, જે બળવાખોર જૂથ કેટલીક શરતો પૂરી કરે તો 12 થી 14 મહિનામાં યુ.એસ સૈનિકો માટે દેશ છોડીને જવાનો માર્ગ સુયોજિત કરે છે. અફઘાનિસ્તાનમાં હાલમાં લગભગ 4500 સૈનિક ટુકડીઓ છે, અને ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તે બધાને વર્ષના અંત સુધીમાં પાછો ખેંચી લેવામાં આવે.

ટ્રમ્પ પણ ઉત્તર કોરિયાની કિમ જોંગ ઉન સાથેની તેમની બેઠક ને નોંધપાત્ર સિદ્ધિ તરીકે ગણાવે છે. જોકે તેઓ રાષ્ટ્રપતિ કિમને તેમના રાષ્ટ્રના પરમાણુ કાર્યક્રમ છોડી દેવા માટે પ્રોત્સાહિત કરી શક્યા નથી, પરંતુ તેઓ કિમ સાથે ત્રણ વાર મુલાકાત કરી ચૂક્યા છે . આ અંગે ટ્રમ્પ વિવેચકો જે કહે છે આ ગતીવીધિ થી તેઓ ફક્ત એક સરમુખત્યાર નેતા ને કાયદેસર બનાવ્યા છે.

બિડેન કહે છે કે તેઓ "ચૂંટણીના બીજા દિવસ”થી જ ટ્રમ્પના અભિગમથી રોષે ભરાયેલા સાથીઓ સાથેના સંબંધોને ફરીથી બનાવવાની શરૂઆત કરશે. ટ્રમ્પ ના અભિગમ ને બિડેને "એકલા અમેરિકા" તરીકે ગણાવી હતી. બિડેનની ટોચની અગ્રતા નાટો ના પાયા ફરીથી સ્થાપિત કરવાની છે, બીજા વિશ્વયુદ્ધ પછીના પશ્ચિમી શક્તિઓનું જોડાણ, જે અંગે બિડેનને કહ્યું હતું કે, પૂર્વ યુરોપ અને એશિયામાં રશિયાના આક્રમક, વિસ્તરણવાદી લક્ષ્યોનો સામનો કરવો જરૂરી છે. યુ.એસ.ની ચૂંટણીમાં દખલ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સામે મુદ્દો તાત્કાલિક ઉઠાવશે. બિડેન "કાયમ યુદ્ધોનો અંત" કરવાનું વચન આપે છે પરંતુ સ્પષ્ટ કરે છે કે યુ.એસ. વિશેષ દળો - મોટા પાયે ગ્રાઉન્ડ મિશનનો વિરોધ કરે છે - તે વિશ્વની સ્થિરતાનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ડેમિમેટેડ યુ.એસ. રાજદ્વારી કોર્પ્સનું પુનર્નિર્માણ, પેરિસ આબોહવા સમજૂતીને ફરીથી જોડાવવા અને કાર્બન પ્રદૂષણ ઘટાડવા માટે ચીન અને અન્ય મોટા અર્થવ્યવસ્થાને દબાણ કરવા હાકલ કરી છે.

વેપાર

ટ્રમ્પ બે મોટા વેપાર સોદા, મેક્સિકો અને કેનેડા સાથે તાજા કરાયેલ કરાર અને ચીન કરારનો પ્રથમ તબક્કો - તેમના રાષ્ટ્રપતિ તરીકે ની સિદ્ધિઓ તરીકે જુએ છે . મહમારી દરમ્યાન યુ.એસ.-ચીન સંબંધોમાં તણાવ આવ્યા ના બે મહિના કરતા ઓછા સમય પહેલાં યુ.એસ. અને ચીને જાન્યુઆરીમાં તબક્કા એક પર હસ્તાક્ષર કર્યા હતા, ટ્રમ્પે કહ્યું કે તબક્કા એક ના પગલે બે વર્ષમાં, યુ.એસ ના કૃષિ ઉત્પાદનો, ઉર્જા અને અન્ય અમેરિકન ઉત્પાદનોની ચાઇના એ આશરે 200 અબજ ડોલરની ખરીદી કરી છે. બદલામાં, યુ.એસ.એ ચાઇનીઝ બનાવટના સ્માર્ટફોન, રમકડા અને લેપટોપ કમ્પ્યુટર પર અમેરિકન ટેરિફ ની બનાવેલ યોજના, રદ કરી હતી. યુ.એસ.એ ૧૨૦ અબજ ડોલર ના ચાઇના ના આયત પર ટેરિફ રેટ ઘટાડીને અડધુ કર્યુ એટલે કે 7.5 % કરી દીધું છે. કરારના બીજા તબક્કો, બન્ને દેશો વચ્ચેના કેટલાક સખત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી સંભાવના છે, જેમાં ટ્રમ્પ ની ઇચ્છા છે કે ચીન તેની રાજ્યની માલિકીની સાહસો ને સબસિડી આપવાનું બંધ કરે. પરંતુ ટ્રમ્પ, જેઓ વારંવાર કોરોનાવાયરસને "ચાઇના વાયરસ" તરીકે ઓળખાવે છે , ત્યારે જોવાનું રહ્યું કે તે બેઇજિંગને વેપાર પર અસરકારક રીતે ફરીથી જોડી શકશે કે નહીં. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે તેમને હાલમાં ચીન સાથે વાત કરવામાં "રસ નથી" .

બિડેન વિદેશોમાં "ન્યાયી વેપાર" ના વધતા દ્વિપક્ષી તેરફેણમાં જોડાયા છે - જે રિપબ્લિકન અને ડેમોક્રેટિક વહવહિટ તંત્રો ના આંતરરાષ્ટ્રીય વેપારમાં એકસરખા વિસ્તરણ થતાં, દાયકો ઓ સુધી ચાલતી "મુક્ત વેપાર" ની વાતચીત માં વળાંક છે . બિડેન ચાર વર્ષના ગાળામાં સ્થાનિક કંપનીઓ પાસે થી 400 અબજ ડોલર સંઘીય સરકારી ખરીદી (રોગચાળાના પુરવઠા ખરીદવા માટેનો એક ભાગ) કરી ને યુ.એસ. ના ઉત્પાદન ક્ષેત્રને ધમધમતો કરવા માંગે છે. તેઓ યુ.એસ. ટેકનોલોજી કંપનીઓ ના સંશોધન અને વિકાસ માટે 300 અબજ ડોલરની નવી સહાય આપવા માંગે છે. બિડેન કહે છે કે નવા આંતરરાષ્ટ્રીય ખર્ચાઓ કરવામાં આવે તે પહેલા તે સ્થાનિક ખર્ચ કરશે . ચાઇના, યુ.એસ ની જેમ, હજી સુધી ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશીપનો સભ્ય નથી, બહુપક્ષીય વેપાર કરાર, જેની તરફેણ બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ એ કરી હતી.

રોગચાળા પહેલા , ઇકોનોમી, ટેક્સ, ઓછી બેરોજગારી અને વધતા શેર બજારમાં ટ્રમ્પની મુખ્ય સિદ્વિઓ હતી. જ્યારે કટોકટીના શરૂઆતના સપ્તાહોમાં પીછેહટ પછી શેરબજાર ધીમે ધીમે પાટા પર આવી રહ્યુ છે જોકે બેરોજગારી 7.9% પર છે, અને 2008-09ની મંદી માં જે નોકરીઓ ગુમાવી હતી તેના કરતા વઘારે લગભગ એક કરોડ નોકરીઓ રોગચાળા દરમ્યાન ગુમાવી છે. ટ્રમ્પે આગાહી કરી છે કે યુ.એસ.નું અર્થતંત્ર આ વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં ફરી થી પાટા પર આવશે અને 2021 માં "રોકેટ " ની જેમ ઉપડવાની તૈયારીમાં છે. તેમણે વચન આપ્યું છે કે કોરોના વાયરસ રસી અથવા અસરકારક ઉપચાર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, જીવન ને સામાન્ય સ્થિતિમાં પાછા આવવા દે છે. ઉનાળામાં પગારપત્રક કર ઘટાડા પરના તેમના દબાણને દ્વિપક્ષીય સખત વિરોધ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો હતો પરંતુ બીજી ટર્મની જીત - અને મતદારો તરફથી મળેલ આદેશ - તે વિચારને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકે છે .

બિડેન દલીલ કરે છે કે જ્યાં સુધી કોવીડ-19 પર કાબુ નહિ મેળવાય ત્યાં સુધી અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે સુધરી શકતી નથી. લાંબા ગાળાની પુન પ્રાપ્તિ માટે, તે સંઘીય પગલાં લેવાની તરફેણ કરે છે જેથી વિસ્તૃત મંદીથી બચી શકાય અને લાંબા સમય થી સંપત્તિની અસમાનતા જે અશ્વેત અમેરીકનોને અસર કરે છે તે દુર કરી શકાય. તેમની સૌથી મોટી યોજનાઓ માં ચાર વર્ષ માં 2 ટ્રિલિયન ડોલરનો ખર્ચ યુ.એસ.માં કાર્બન પ્રદૂષણને દૂર કરવુ, 2035 સુધીમાં ઉર્જા ગ્રીડ અને બધા કામદાર અમેરિકનો ને ઉદાર સબસિડી સાથે નવી સરકારી આરોગ્ય વીમા યોજના. તેમણે શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાના ધંધા પર નવા ખર્ચની દરખાસ્ત કરી છે, સાથે રાષ્ટ્રીય લઘુત્તમ વેતન એક કલાકમાં 15 ડોલર કરવાની વાત કરી છે.બિડેન, 2017 ના ઘણા બધા જી.ઓ.પી. ટેક્સની ફેરબદલ કરીને કેટલાક નવા ખર્ચ નો સમાવેશ કરશે પરંતુ બધા ખર્ચનો સમાવેશ કરશે નહીં. તેઓ કોર્પોરેટ આવકવેરા નો દર 28% કરવા માંગે છે (અગાઉ કરતા ઓછો પરંતુ વર્તમાન કરતા વધારે) અને વ્યાપક આવક અને વાર્ષિક કરપાત્ર આવકના 400,000 ડોલર થી વધુ આવક ધરાવતા વ્યક્તિઓ માટે પગાર પત્રક કર વધારો, કરવા માંગે છે . આ બધા ફેરફારો થી 10 વર્ષમાં આશરે 4 ટ્રિલિયન ડોલર અથવા તેથી વધુ એકઠા થશે. બિડેન પણ ઇમિગ્રેશન ને આર્થિક બાબત તરીકે ગણે છે. તે કાનૂની ઇમિગ્રેશન સ્લોટ્સને વિસ્તૃત કરવા અને લગભગ 1.1 કરોડ રહેવાસીઓ કે જે ગેરકાયદેસર રીતે દેશમાં છે તેમને નાગરિકત્વનો માર્ગ પ્રદાન કરવા માંગે છે, જેઓ, બિડેન ની વ્યખ્યા પ્રમાણે કામદારો અને ગ્રાહકો તરીકે પહેલાથી જ અમેરીકાને આર્થિક ફાળો આપનાર છે.

ગર્ભપાત

વ્હાઇટ હાઉસ માટેની તેમની દોડ ના ઘણા વર્ષો પહેલા, ટ્રમ્પે પોતાને એક મજબૂત ગર્ભપાત અધિકારના સમર્થેક તરીકે વર્ણવ્યા હતા. પરંતુ વોશિંગ્ટન આવ્યા બાદથી, આ કાર્યવાહીની ને પ્રતિબંધિત કરવાના તેમના વહીવટીતંત્રના પ્રયત્નો માટે ગર્ભપાત વિરોધી જૂથો તેમને બીરદાવી રહ્યા છે . એક ઉમેદવાર અને પ્રમુખ તરીકે, ટ્રમ્પે નિરંતર રૉ વિ. વેડના નિર્ણય જે રાષ્ટ્રવ્યાપી ગર્ભપાતને કાયદેસર ઠેરવે છે તેની સામે સતત વિરોધ દર્શાવ્યો હતો, અને જણાવ્યું હતું કે આ મુદ્દાનો રાજ્યો દ્વારા નિર્ણય લેવો જોઈએ. તેમણે હાઇડ સુધારા માટે સમર્થન વ્યક્ત કર્યું છે, જે મેડિકએઇડ ને મોટાભાગના સંજોગોમાં ગર્ભપાત માટે ચૂકવણી કરવા માટે પ્રતિબંધિત કરે છે, અને તેમણે ગર્ભાવસ્થાના પ્રથમ 10 અઠવાડિયા માં, ગર્ભપાત માટે વપરાતી બે દવાઓનો વપરાશ ને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો છે.. ઓગસ્ટમાં તેમના રિપબ્લિકન રાષ્ટ્રીય અધિવેશનના ભાષણમાં ટ્રમ્પે જાહેર કર્યું કે "બાળકો, જન્મેલા અને અજાત બાળકોને જીવનનો ઈશ્વરે આપેલો અધિકાર છે." અપીલ ન્યાયાધીશની સાત મી સર્કિટ કોર્ટના નામદાર બેરેટ ની નિમણુંક થી ગર્ભપાત વિરોધી આંદોલન આશાવાદી છે કે ઉચ્ચ અદાલત – તેણી ને પુષ્ટિ મળી હોવી જોઇએ - તે નિર્ણાયક રીતે જમણી તરફ ઝુકાવશે અને અદાલતને રૉ. કેસને ઉથલાવી દેવાનો માર્ગ મોકળો કરશે.

બિડેન એ સુપ્રીમ કોર્ટના સંભવિત નામાંકિતોની પોતાની સૂચિ આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમણે વારંવાર કહ્યું છે કે તેઓ રૉ. વિ. વેડને સમર્થન આપે છે કેમ કે બંધારણ સગર્ભાવસ્થા સમાપ્ત કરવાના મહિલાના અધિકારને સ્થાપિત કરે છે. તેમણે કોંગ્રેસને તે હકનું સમર્થન આપવાની હાકલ કરી છે , આ પગલું, જો અદાલતે બંધારણીય સંરક્ષણોને તોડી નાખે તો પણ ગર્ભપાતને કાયદેસર રીતે રાખશે . એક કેથલીક તરીકે , નૈતિક મુદ્દા તરીકે ગર્ભપાત અંગે તેમની અંગત સંઘર્ષની વર્ષો સુધી જાહેરમાં વાત કરી.આમ કરવાનું કારણ તરીકે તેમણે ગર્ભપાત સેવાઓ માટેના ફેડરલ કરદાતાના ભંડોળ પરના હાઇડ સુધારો પ્રતિબંધને ટેકો આપ્યો હતો. પરંતુ મહિલા જૂથો અને ડેમોક્રેટિક કાર્યકરોના દબાણમાં આવ્યા પછી તેમણે 2020 ના અભિયાનની શરૂઆતમાં તે માન્યતાને ને પલટાવી હતી. બિડેને કહ્યું હતું કે તેઓ દબાણ તરફ ઝૂકતા નથી પરંતુ તેના બદલે દલીલ કરી હતી કે દેશભરની રિપબ્લિકન વિધાનસભાઓએ ગર્ભપાતની મર્યાદાને એક હદ સુધી મર્યાદિત કરી દીધી છે કે હાઈડ એમેન્ડમેન્ટ ગરીબ અથવા કામદાર વર્ગની મહિલાઓને બંધારણીય હકને પહોંચી વળવા માટે અસ્થિર અવરોધ બની ગઈ છે.

કોરોના વાયરસ

રોગચાળો તેમના પુનરાવર્તન ની આશાઓ માટે સૌથી મોટો અવરોધ છે, અને ચૂંટણી ને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાયરસ સાથેની તેમની લડતે આ મુદ્દાને ફરીથી કેંદ્ર પર લાવીને મુકી દીધો છે. જવાબની અગ્રણીતા માટે મોટે ભાગે ટ્રમ્પે રાજ્યપાલો ને જવાબદારી સોંપી છે.

માર્ચ અને એપ્રિલમાં કોરોના વાયરસ રાહત ફંડ માટે કોંગ્રેસ ત્રણ અબજ ડોલર ની મંજુરી આપી હતી , અને બીજી વખત રાહત આપવા ના મુદ્દે ડેમોક્રેટ્સ અને વ્હાઇટ હાઉસ આમને સામને છે.

બિડેન દલીલ કરે છે કે રાષ્ટ્રપતિ અને સંઘીય સરકાર આવી કટોકટી માટે જ અસ્તિત્વ ધરાવે છે અને ટ્રમ્પ ની નિષ્ફળતા હજારો રોકી શકાય તેવું મૃત્યુ માટે જવાબદાર છે..

બિડેન, સરકારના વૈજ્ઞાનિકો અને ચિકિત્સકો ને લોકો સુધી સતત સંદેશા પહોંચાડવાનું વચન આપે છે, અને તેઓ યુ.એસ.ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ફરીથી જોડાવા માટે જણાવે છે. તે રાષ્ટ્રીય માસ્ક આદેશ માટે એક્ઝિક્યુટિવ પાવરનો ઉપયોગ કરવા પણ તૈયાર છે

સર્વેક્ષણ

તાજેતરના એક મતદાન અનુસાર, એસોસિએટેડ પ્રેસ-એન.ઓ.આર.સી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચ અનુસાર , 10 અમેરિકનો માં થી લગભગ 7 અમેરિકનો માને છે કે રાષ્ટ્ર ખોટા પાટા પર જઇ રહ્યો છે, અને ફક્ત 39% અમેરિકનો 207,000 થી વધુ લોકોનો ભોગ લેનાર મહામારી ને ડામવા ટ્રમ્પ દ્વારા લેવાયેલ પગલાઓને સમર્થન આપે છે .

શિક્ષણ

ટ્રમ્પે શાળાઓને સંપૂર્ણપણે વ્યક્તિગત શિક્ષણ માટે ફરીથી ખોલવા પર ભાર આપે છે

ઉચ્ચ શિક્ષણ મુદ્દા પર, ટ્રમ્પ વારંવાર ફરિયાદ કરે છે કે કેમ્પસ "ક્રાંતિકારી ડાબેરી સ્વતંત્રતા" દ્વારા ઘેરાયેલા છે. તેમણે યુનિવર્સિટીઓ ને આપવામાં આવતા ભંડોળ ને બંધ કરવાની ચીમકી આપી છે

બીડન ઇચ્છે છે કે વાવાઝોડા અને વાઇલ્ડ ફાયર જેવા રાષ્ટ્રીય આફતો માટે વપરાતા સમાન ફેડરલ કાયદા દ્વારા શાળાઓને પણ રોગચાળા સંબંધિત ખર્ચ માટે વધુ સંઘીય સહાય મળે.

બિડેન ઇચ્છે છે કે સંઘીય સરકાર રાજ્યો સાથે ભાગીદારી કરે કે જેથી વાર્ષિક 1,25,000 કમાતા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું ટ્યુશન-મુક્ત બનાવી શકાય .

સ્વાસ્થ કાળજી

વ્હાઇટ હાઉસના ઉમેદવાર તરીકે, ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાસ્થ્ય સંભાળ કાયદાની "તાત્કાલિક" બદલી તેમની એક યોજનાથી કરશે કે જે "દરેકને વીમો આપશે." અમેરિકનો હજી પણ તેમની યોજનાની રાહ જોઈ રહ્યા છે. તેઓ પોષણક્ષમ ભાવો, દવાઓની ઓછી કિંમતો, ગ્રાહકો પસંદગી અને વધુ પારદર્શિતા માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ માટેના તેમના ચાર વર્ષ જુના વચનોનું પુનરાવર્તન કરી રહ્યા છે.

બિડેન મોટી સંખ્યામાં લોકોને વધુ ઉદાર કવરેજ આપવા માટે ઓબામાના કાયદાને વિસ્તૃત કરવા અને "મેડિકેર જેવા જાહેર વિકલ્પ" ઉમેરવા માંગે છે .

જે ખાનગી વીમા દાતાઓ સાથે હરીફાઈ કરસ્ગે અને કામ કરતા અમેરિકનો માટે ઉપલબ્ધ કરી શકાય. બિડેન નો અંદાજ છે કે 10 વર્ષમાં લગભગ 750 અબજ ડોલરનો ખર્ચ થશે.

વિદેશી નીતિ

અમેરીકા પ્રથમ

તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે તેમની વિદેશ નીતિ "અમેરિકા પ્રથમ " ના મંત્રની આસપાસ બનાવી હતી .

અબ્રાહમ તેમની છબી શાંતિ વાટાઘાટકાર તરીકે રજૂ કરે છે. ટ્રમ્પ પોતાને આંતરરાષ્ટ્રીય સુલેહશાંતિ કરાવનાર તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે.

યુ.એસ – મેક્સિકો વચ્ચે 200 માઇલ (320 કિલોમીટર) કરતાં વધુ ની દિવાલના નિર્માણ તેમની સિદ્ધિ ગણાવે છે.

તેમણે પેરિસના આબોહવા કરારમાંથી પીછેહટ કરવાની પણ ઇચ્છા દર્શાવી હતી. પરંતુ ઓપચારીક પીછેહટ ચૂંટણી દિવસ સુધી સંભવ નથી .

રાષ્ટ્રપતિ એ પણ તાલિબાન સાથેના 29 મી ફેબ્રુઆરીના શાંતિ કરારમાં નિર્ધારિત સમયમર્યાદા કરતા વહેલામાં વહેલી તકે અફઘાનિસ્તાન છોડવાની ઇચ્છા સ્પષ્ટ કરી દીધી છે, અફઘાનિસ્તાનમાં હાલમાં લગભગ 4500 સૈનિક ટુકડીઓ છે, અને ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તે બધાને વર્ષના અંત સુધીમાં પાછો ખેંચી લેવામાં આવે.

ટ્રમ્પ પણ ઉત્તર કોરિયાની કિમ જોંગ ઉન સાથે ત્રણ વાર મુલાકાત કરી ચૂક્યા છે . આ અંગે ટ્રમ્પ વિવેચકો જે કહે છે આ ગતીવીધિ થી તેઓ ફક્ત એક સરમુખત્યાર નેતા ને અણુ મહત્વાકાંક્ષા છોડી દેવાનો ઇનકાર કરવા કાયદેસર બનાવ્યા છે.

અમેરીકા એકલું

બિડેન કહે છે કે તેઓ "ચૂંટણીના બીજા દિવસ”થી જ ટ્રમ્પના અભિગમથી રોષે ભરાયેલા સાથીઓ સાથેના સંબંધોને ફરીથી બનાવવાની શરૂઆત કરશે. ટ્રમ્પ ના અભિગમ ને બિડેને " અમેરિકા એકલુ" તરીકે ગણાવી હતી.

બિડેનની ટોચની અગ્રતા નાટો ના પાયા ફરીથી સ્થાપિત કરવાની છે, બીજા વિશ્વયુદ્ધ પછીના પશ્ચિમી શક્તિઓનું જોડાણ, જે અંગે બિડેનને કહ્યું હતું કે, પૂર્વ યુરોપ અને એશિયામાં રશિયાના આક્રમક, વિસ્તરણવાદી લક્ષ્યોનો સામનો કરવો જરૂરી છે.

વેપાર

મુખ્ય સિદ્વિઓ

ટ્રમ્પ બે મોટા વેપાર સોદા, મેક્સિકો અને કેનેડા સાથે તાજા કરાયેલ કરાર અને ચીન કરારનો પ્રથમ તબક્કો - તેમના રાષ્ટ્રપતિ તરીકે ની સિદ્ધિઓ તરીકે જુએ છે .

કરારનો બીજા તબક્કો, બન્ને દેશો વચ્ચેના કેટલાક સખત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી સંભાવના છે, જેમાં ટ્રમ્પ ની ઇચ્છા છે કે ચીન તેની રાજ્યની માલિકીની સાહસો ને સબસિડી આપવાનું બંધ કરે. પરંતુ તબક્કા 2 ના કરાર ઉપર અનિશ્ચિતતા ઘેરાયેલ છે

બિડેન

બિડેન ચાર વર્ષના ગાળામાં સ્થાનિક કંપનીઓ પાસે થી 400 અબજ ડોલર સંઘીય સરકારી ખરીદી (રોગચાળાના પુરવઠા ખરીદવા માટેનો એક ભાગ) કરી ને યુ.એસ. ના ઉત્પાદન ક્ષેત્રને ધમધમતો કરવા માંગે છે. તેઓ યુ.એસ. ટેકનોલોજી કંપનીઓ ના સંશોધન અને વિકાસ માટે 300 અબજ ડોલરની નવી સહાય આપવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details