ગુજરાત

gujarat

ETV Bharat / international

ઉત્તર ચિલીમાં ભૂકંપ, અઠવાડિયામાં બીજી વખત ધરતી ધ્રુજી - ભૂકંપ

શનિવારે ચિલીના ઉત્તરીય ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શરૂઆતમાં તેની તીવ્રતા 6.3 નોંધાઇ હતી. જો કે, ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.

ઉત્તર ચિલીમાં ભૂકંપ
ઉત્તર ચિલીમાં ભૂકંપ

By

Published : Sep 6, 2020, 10:12 AM IST

સેંટિયાગો (ચિલી): એક અઠવાડિયામાં બીજી વાર દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ધરતીકંપના શક્તિશાળી આંચકાને લઇ યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે, ધરતીકંપનું કેન્દ્ર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઓવાલે નજીક હતું. આ સ્થળ રાજધાની શહેર સેન્ટિયાગોથી 400 કિલોમીટર દૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભૂકંપ 30.7 કિ.મી.ની ઉંડાઈમાં આવ્યો હતો.

ચિલીની રાષ્ટ્રીય ઇમરજન્સી ઓફિસે કહ્યું કે, ભૂકંપને કારણે કોઈ ઈજા કે સંપત્તિને નુકસાન થયું નથી. આ અગાઉ મંગળવારે દેશમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને કોઈ નુકસાન થયું નથી.

ABOUT THE AUTHOR

...view details