- મેલેનિયા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર માટે ઊતર્યા મેદાને
- ડોનાલ્ડ ટ્રમ્પ લોકો માટે સંઘર્ષ કરી રહ્યા છેઃ મેલેનિયા
- પહેલી વખત ટ્રમ્પે લોકો સાથી સીધો સંવાદ કર્યોઃ મેલિનિયા
મિલવોકીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયા ટ્રમ્પ હવે પોતાના પતિ માટે ચૂંટણી પ્રચાર કરવા મેદાને આવ્યા છે. મંગળવારે મેલેનિયાએ કહ્યું, અમેરિકાના લોકોનું મનોબળ કોરોના વાઈરસથી વધારે શક્તિશાળી છે અને રાષ્ટ્રપતિ એક યોદ્ધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને પ્રમે કરે છે અને તમારા માટે દિન પ્રતિદિન તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
કઠિન સમયમાં અમારી સંવેદના લોકો સાથે છે
મેલેનિયાએ વધુમાં કહ્યું, ઈતિહાસમાં પહેલી વખત આ દેશના નાગરિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક દિવસ રાષ્ટ્રપતિ સાથે સીધો સંવાદ કર્યો. તેઓ પોતાની વાત જેવી રીતે રાખી રહ્યા છે તેમાં હું હંમેશા સહેમત નથી હોતી, પરંતુ તેમના માટે એ મહત્ત્વપૂર્ણ છે કે તેઓ એવા લોકો સાથે સીધો સંવાદ કરી શકે જેના માટે તેઓ કામ કરી રહ્યા છે. પેંસિલ્વેનિયા રાજ્યમાં પહેલી વાર સાર્વજનિક રીતે પ્રચાર અભિયાનમાં ભાગ લેતા તેમણે કહ્યું, કોવિડ-19ના કારણે માત્ર એક દર્દી તરીકે ચિંતિત માતા અને પત્નીનો અનુભવ થયો. મેલેનિયાએ વધુમાં કહ્યું, હું જાણું છું કે આ શાંત દુશ્મને બહુ લોકોના જીવ લીધા છે. આ કઠિન સમયમાં મારા પરિવારની પ્રાર્થના અને સંવેદના તમામ લોકો સાથે છે.