અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી કે, જો ઈરાન અમેરિકાની કોઈપણ સંપતી પર હુમલો કરશે તો, ઈરાનની 52 ઈરાની સાઈટો અમારા નિશાના પર છે.
ટ્રમ્પેના ઈશારે અમેરિકાએ ઈરાકના ટોચના જનરલને નિશાન બનાવી શુક્રવારે ડ્રોન હુમલો કર્યો હતો.
ડ્રોન હુમલા અંગેનો બચાવ કરતાં ટ્વીટ કર્યું હતું કે, 52નો આંકડો એક વર્ષ કરતા વધું સમય માટે તેહરાનના યુએસ દૂતાવાસમાં 1979 બંધક લોકોની સંખ્યા દર્શાવે છે.
ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, આમાંથી કેટલીક સાઇટ્સ ખૂબ ઉચ્ચ સ્તરીય છે. ઈરાન અને ઇરાની સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સાઇટ્સ અને ઇરાન પર ઝડપથી અને મોટા હુમલા કરવામાં આવશે. અમેરિકાને હવે વધુ જોખમ લેવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમેરિકા દ્વારા ઇરાકમાં ડ્રોન હુમલામાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની શહીદ થયો હતો. આ હુમલા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધોમાં તણાવ વધી ગયા છે.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બગદાદમાં યુ.એસ. દૂતાવાસ નજીકના વિસ્તારમાં બે મોર્ટાર રોકેટ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન યુએસ દળો દ્વારા તૈનાત અલ-બાલાદ એરફોર્સ બેઝ પર બે રોકેટ છોડવામાં આવ્યા હતા.
ઈરાકી સેનાને અલ-બલાદ અને બગદાદમાં મિસાઈલ હુમલાની પુષ્ટી કરી હતી. જો કે આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.