વ્હાઈટ હાઉસ સ્થિત રાષ્ટ્રપતિ કાર્યાલય ઓવસ ઓફિસમાં લગભગ 30 મિનીટ સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે સપ્ટેમ્બરમાં હ્યૂસ્ટનમાં વડાપ્રધાન મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં દરમિયાન મંચ શેર કરેલા વખતને પણ યાદ કર્યો હતો. 2+2 બેઠક માટે ત્રણ દિવસીય વોશિંગ્ટનના પ્રવાસે ગયેલા જયશંકરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઔપચારિક મુલાકાત ગોઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. વેપાર અને ધંધા-રોજગાર પર પણ વાતચીત થઈ. તેમણે જણાવ્યું હતું કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અમુક મુખ્ય મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પને માહિતગાર કર્યા હતા. વિદેશ પ્રધાને આગળ જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ સંબંધોને લઈ ઘણા સકારાત્મક છે અને સંબંધોમાં અલગ અલગ પાસાઓ પર ઉત્સાહિત પણ છે.