અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત એક શાનદાર દેશ છે. ભારતમાં અમારી સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો છે. ભારતમાં અમે ખુબ જ એન્જોય કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબધોમાં ખુબ જ પ્રગતિ થઇ છે. ભારતની સાથે અમારા સંબધો અસાધારણ છે. અમેરિકા ભારતની સાથે વ્યાપાર કરી રહ્યું છે. ભારત અરબો ડોલર અમેરિકા મોકલી રહ્યું છે.
ભારત પ્રવાસથી ખુબ જ ખુશ છે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા પહોંચી જાણો શું કહ્યું... - america news
વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકી પરત ફર્યા છે. ડોનાલ્ડ ટ્ર્મ્પ ભારત પ્રવાસ ખુબ જ ખુશ છે અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે.
ભારત પ્રવાસથી અમેરિકા પરત ફરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, અત્યારે જ અમેરિકામાં લેન્ડ કર્યું છે. ભારત પ્રવાસ સફળ રહ્યો. વ્હાઈટ હાઉસમાં જઇ રહ્યો છે. આ અગાઉ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી એક ધાર્મિક અને શાંત વ્યક્તિ છે, પરંતુ વાસ્તવમાં તેઓ કડક વ્યક્તિ છે. મેં PM મોદીને તેમની કાર્યવાહીની મુદ્રામાં જોયા છે. તેમના મગજમાં આતંકમાં સૌથી પહેલા છે. આંતકવાદ સામે PM મોદી લડી લેશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવ્યાં હતાં. અમદાવાદમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભવ્ય રોડ શો કર્યો હતો અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જે બાદ ટ્રમ્પ પરિવારે તાજ મહેલનો દીદાર કર્યો હતો. હૈદરાબાદ હાઉસમાં PM મોદી સાથે ટ્રમ્પે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. નોંધનીય છે કે, ભારતે અમેરિકા સાથે નવી ડિફેન્સ ડીલ કરી છે.