ગુજરાત

gujarat

ETV Bharat / international

ક્યા કારણોસર US રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવા ટ્રમ્પે કરી માંગ?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવા માટે વાત કરી છે. જેમાં પોસ્ટલ મતદાનમાં વધારો થતા છેતરપિંડી અને ચૂંટણીના અયોગ્ય પરિણામો આવી શકે છે.

Postponement of USA Presidential Elections
Postponement of USA Presidential Elections

By

Published : Aug 4, 2020, 1:14 PM IST

· જો કે ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી અથવા આપત્તિની ઘોષણાના પરિણામો બાદ પણ તે 8મી નવેમ્બરની સામાન્ય ચૂંટણી રદ અથવા મુલવતી કરવા માટે એકપક્ષીય નિર્ણય લઇ શકતા નથી અને ત્યાં સુધી કે લશ્કરી કાયદો જાહેર થયો હોવા છંતાય, પણ તે નિર્ણય નથી લઇ શકતા.

· અધિવેશનનો એક અધિનિયમ જ રાજ્યોના મતદારોના મત દ્વારા તારીખ બદલવા માટે વર્તમાન સંઘના કાયદામાં ફેરફાર કરી શકાય છે.

· ડોનાલ્ડ ટ્મ્પ અધિવેશન યોજ્યા વિના નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિલંબ કરી શકશે નહી. જે આંશિક રીતે લોકશાહી દ્વારા સંચાલિત હોય છે અને તેમના દ્વારા પ્રથમ મંજૂરી આપી શકાય છે.

યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવાનો શું ટ્રમ્પને અધિકાર છે?

· બંધારણ કહે છે: “અધિવેશનમાં મતદાનનો સમય નક્કી થઇ શકે છે, અને તે દિવસે મતદારો મત પોતાનો મત આપશે; જે દિવસ સમગ્ર યુએસમાં એકસમાન રહેશે.

· વર્ષ 1845 બંધાયેલા કાયદા મુજૂ યુ.એસની રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે નવેમ્બર મહિનાના પ્રથમ સોમવાર બાદ યોજાતી હોય છે. જે મુજબ વર્ષ 2020માં 3 જી નવેમ્બરે યોજાવાની છે. આ ચૂંટણીને લોકતાંત્રિક અધિવેશન દ્વારા મંજૂરી આપવામાં આવે છે. અને તેને બદલવા માટે પણ નિર્ણય લઇ શકે છે.

· આ શરતમાં કોઈપણ ફેરફારને ગૃહ અને સેનેટ બંનેમાં બહુમતી દ્વારા મંજૂરી મળવી જરુરી છે.

· હાલમાં, સેનેટમાં રિપબ્લિકન બહુમતી ધરાવે છે, જ્યારે ગૃહમાં ડેમોક્રેટ્સ બહુમતી ધરાવે છે. બંને પક્ષોને કોઈપણ એક મુદ્દા પર સહમત કરવા તે ખુબ મોટું કામ છે.

· જો ચૂંટણીની તારીખ બદલાઇ જાય તો પણ યુ.એસ. બંધારણમાં સૂચવવામાં આવ્યું છે કે ચૂંટણીની મુદત રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ માટે ચાર વર્ષ સુધી મર્યાદિત છે.

· તેથી, આગામી ચૂંટણીની તારીખ નક્કી ન થાય તો પણ , 20 જાન્યુઆરી, 2017 ના રોજ હોદ્દો સંભાળ્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી, 2021 પછીથી રાષ્ટ્પતિને છોડવો આવશ્યક છે.

બંધારણે આપેલી સત્તાનો અધિવેશનમાં ઉપયોગ કરાયો છે. જેમાં 1948માં લાગુ કરાયેલો કાયદો કહે છે કે દરેક રાજ્યમાં નવેમ્બરના પ્રથમ સોમવાર બાદ મંગળવારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્પતિની ચૂંટણી થવી જોઇએ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્પતિની ચૂંટણીમમાં દરેક ચોથા વર્ષે યોજાય છે.

પોસ્ટલ મતદાન અંગેનો વિવાદ શુ છે?

વર્ષ 2016ની યુએસના રાષ્ટ્પતિની ચૂંટણીમાં 25 ટકા જેટલા મત પોસ્ટથી મળ્યા હતા અને ચાલુ વર્ષે આ આંકડા વધી શકે તેમ છે. યુ.એસમાં રાજ્યો ચૂંટણી સંદર્ભમાં મતદાનના કેટલાંક નિયમોને પોતાના અંકુશમાં રાખે ઠછે. અને ખાસ કરીને કરીને મતદાનના દિવસે મતદાન મથકો પરથી લોકો ઓછા આવે અને ભીડ ન થાય તે માટે પોસ્ટલ મતદાન વધારવાનું વિચારે છે.

તાજેતરમાં કેલિફોર્નિયામાં નવેમ્બરમાં "ઓલ-મેલ" બેલેટ ચૂંટણીઓ યોજવાનું નક્કી થયા બાદ યુટા, હવાઇ, કોલોરાડો, ઓરેગોન અને વોશિગ્ટન રાજ્ય પણ પોસ્ટલ બેલેટથી ચૂંટણી કરશે. આ રાજ્યો તમામ નોંધાયેલા મતદારોને પોસ્ટલ બેલેટ મોકલશે, જે પછી ચૂંટણીના દિવસે મતદારો પાછા મોકલશે અથવા આવીને બુથ પર મુકી જશે. - જોકે કેટલાક મર્યાદિત સંજોગોને કારણે કેટલાંક મતદાન ઉપલબ્ધ કરાશે.

યુએસના લગભગ અડધા રાજ્યોમાં કોઇપણ નોંધાયેલા મતદાતાને રજૂઆક કરવા પર પોસ્ટ દ્વારા મતદાન કરવાની મંજુરી આપવામાં આવે છે. તો અન્ય બાકીના રાજ્યોમાં પોસ્ટ દ્વારા મતદાન કરવા માટેનું માન્ય કારણ પણ હોવુ જરુરી છે. જેમાં 65 વર્ષથી વધુની ઉંમર હોવી, સ્ત્રી હોવી અને જે રાજ્યમાં મતદાતા તરીકે નોંધાયેલા છો તે રાજ્યથી દુર રહેતા હોવું જરુરી છે.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભુતકાળમાં મતદાન પોસ્ટલ બેલેટથી કર્યુ છે.હાલ તે ફ્લોરીડામાં નોંધાયેલા છે અને વોશિગ્ટન ડીસીમાં રહે છે.

બેલેટ પેપરથી મતદાનમાં છેતરપિંડીના કોઈ પુરાવા છે?

ખુબ જ ઓછા નોંધાયેલા કેસ

· વર્ષ 2018માં નોંર્થ કોરોલિનામાં રિપબ્લિકન ઉમેદવારના સલાહકાર દ્વારા મતદાનના કાગળમાં ચેડા કર્યાનું બહાર આવતા ચૂંટણી ફરીથી યોજવામાં આવી હતી.

· વર્ષ 2020માં અગાઉ ન્યુજર્સીમાં ડેમોક્રેટીક પાર્ટીના કાઉન્સિલર્સ સામે છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપ હતો કે ખુબ મોટા પ્રમાણમાં પોસ્ટલ બેલેટ પેપર કચરામાં મુકી દઇશુ.

ઓરેગેન દ્વારા વર્ષ 2020ના શરુઆતમાં ચૂંટણીને અસર ચૂંટણમાં જોવા મળી હતી. જેમાં મેઇલમાં ચેડા કર્યાનો 14 લોકો સામે ગુનો નોંધાયો છે.

બ્રેનન સેન્ટર ફોર જસ્ટિસના 2017 ના અભ્યાસ અનુસાર, યુ.એસ. માં મતદાનમાં છેતરપીંડી નો આંક 0.00004% અને 0.0009% ની વચ્ચેનો છે.

દેશમાં કે રાજ્યમાં ચાલી રહેલા નંબર કેદી નંબર આધારિત સ્ટડીમાં અન્ય ફેલાયેલો હોવાથી ન પણ નથી ત્યારે આ સ્ટાર્ટ કર્યુ.

ABOUT THE AUTHOR

...view details