રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 ફેબ્રુઆરી, 2020ના રોજ સ્ટેટ ઑફ ધ યુનિયનને સંબોધન કરવા માટે સ્પીકર નેન્સી પેલોસીનું આમંત્રણ સ્વિકાર્યુ છે. કારણ કે, પેલોસીએ ટ્રમ્પને કોંગ્રેસના સંયુક્ત સત્ર પહેલા રાજ્યમાં તેમના ચેમ્બરને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું.
ટ્રમ્પે સ્વીકાર્યુ નેન્સીનું નિમંત્રણ, સ્ટેટ ઑફ ધ યૂનિયનને કરશે સંબોધિત - donald-trump-accepts-pelosi-invitation-to-deliver-state-of-the-union-address
વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પોલોસીના નિમંત્રણનો સ્વિકાર કર્યો છે. જે અંતર્ગત તે 4 ફેબ્રુઆરીએ પોતાના રાજ્યને સંબોધિત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંબોધી પેલોસીએ પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે,"આપણા બંધારણના સન્માનમાં હું, તેમને 4 ફેબ્રુઆરીએ 2020ના રોજ કોંગ્રેસ સંયુક્ત સત્ર પહેલા રાજ્યને સંબોધિત કરવા માટે આમંત્રિત કરૂં છું"
આમ, ટ્રમ્પના મહાભિયોગની ચર્ચામાં દરમિયાન આ નિવેદન સામે આવતાં સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયાં છે. ત્યારે ટ્રમ્પે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, "પેલોસીને લાગે છે કે, તેમનું જૂઠ્ઠું મહાભિયોગ એટલું દયનીય છે કે તે સીનેટમાં સમક્ષ રજૂ કરતા ડરે છે."