ગુજરાત

gujarat

ETV Bharat / international

સારવાર દરમિયાન બે વાર ટ્રમ્પનું ઓક્સિજન સ્તર ઘટ્યું, હાલ તબિયતમાં સુધારો

રવિવારે વ્હાઈટ હાઉસ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે કોરોના સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પની હાલતમાં ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જોકે સારવાર દરમિયાન બે વાર ટ્રમ્પનું ઓકિસજન સ્તર ઘટી ગયું હતું.

Trump
Trump

By

Published : Oct 5, 2020, 7:08 AM IST

વોશિંગ્ટનઃ રવિવારે વ્હાઈટ હાઉસે જાણકારી આપી હતી કે કોરોના વાઈરસથી સંક્રમિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાલતમાં ધીમે ધીમે સુધાર જોવા મળી રહ્યો છે. પરંતુ ડોક્ટરે જણાવ્યું હતું કે સારવાર દરમિયાન ટ્રમ્પનું ઓક્સિજન લેવલ બે વાર ઘટી ગયું હતું.

કોરોના વાઈરસના ભરડામાં અનેક મોટા મોટા લોકો પણ સપડાયા છે. કોરોનાગ્રસ્ત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાલ સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન બે વાર ટ્રમ્પનું ઓકિસજન સ્તર ઘટી ગયું હતું જોકે તેમની હાલતમાં ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. મેડિકલ ટીમે જણાવ્યું હતું કે આજે ટ્રમ્પને ડીસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે જણાવ્યું હતું કે હાલ ટ્રમ્પ ખુબ જ ચિંતામાંથી પસાર થઈ રહ્યાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું સારુ અનુભવી રહ્યો છે. મારે પરત ફરવાનું છે, કારણ કે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું છે. શનિવારે ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં હુ સારુ અનુભવી રહ્યો છું, પરંતુ અસલી લડાઈ અને પરીક્ષા તો આગામી દિવસોમાં થશે.

ABOUT THE AUTHOR

...view details