ન્યૂયોર્ક: અમેરિકી ડેમોક્રેટસે જો બિડેનને પોતાના રાષ્ટ્ર્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબિલ્કન પાર્ટીના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકારશે. ત્રણ દશકાની રાજકીય કીરકિર્દીમાં ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામાંકન કરવું બિડેન માટે સૌથી મોટી સિદ્ધિ છે.
આ સમયે બિડેન માટે એક પોલિટિકલ હાઈ પોઈન્ટ ગણાઈ રહ્યો છે, જેમણે પહેલાં બે વખત રાષ્ટ્ર્રપતિ પદની માગ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ ક્ષણ મારા માટે સન્માનજનક છે. બિડેને ટ્વિટર પર કહ્યું કે, આ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્ર્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારીનો સ્વીકાર કરવો મારા જીવનનું શ્રેષ્ઠ સન્માન છે.
ડેમોક્રેટસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ દ્રારા દેશ અને વિદેશમાં કરાયેલી અરાજકતાને સુધારવા માટે બિડેન પાસે અનુભવ અને ઉર્જા છે. પૂર્વ રાષ્ટ્ર્રપતિ બિલ કિલન્ટન અને પૂર્વ વિદેશ પ્રધાન જોન કેરી તેમજ પૂર્વ રિપબ્લીકન સેક્રેટરી ઓફ સ્ટેટ કોલિન પોવેલ શેડયુલ પર ભારે પડેલા હિટરો પૈકીના એક હતા જેમણે સાધારણ વિષયો ઉપર જોર આપ્યું હતું.
ડેમોક્રેટિક નેશનલ કન્વેશન (ડીએનસી)ના બીજા દિવસે આ નામાંકન થયું હતું. જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન ડેમોક્રેટિક નેતાઓ અને સ્પીકરોએ બિડેનને સમર્થન આપ્યું હતું. બિડેને એક લાઇવ વેબકાસ્ટમાં કહ્યું હતું કે, તમારા બધાનો આભાર, આ મારા અને મારા પરિવાર માટે દુનિયા જેવું છે. આપ સૌને ગુરુવારે મળું છું. બિડેનના સમર્થકોનું માનવું છે કે, તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધના વિરોધથી ઉત્સાહિત છે, કારણ કે, તેઓ માને છે કે, બિડેન ટ્રમ્પને સરળતાથી હરાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, દેશના યુવા મતદારોનો મત બિડેનને મળી શકે છે.