પેરિસ: કોરોના વાઈરસના સંક્રમણથી યુરોપમાં શનિવારના આંકડા મુજબ મોતની સંખ્યા 1 લાખ થઇ ગઈ છે. દુનિયાભરમાં કોવિડ-19થી 1 લાખ 57 હજાર 163 લોકોના મોત થયાં છે. ત્યારે યુરોપમાં કોરોનાના કુલ 11 લાખ 36 હજાર 672 કેસ સામે આવ્યા છે.
યુરોપમાં કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા એક લાખથી વધુ
દુનિયાભરમાં કોવિડ-19થી 1 લાખ 57 હજાર 163 લોકોનો મોત થયાં છે. જ્યારે આ વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા યુરોપમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 લાખ 36 હજાર 672 થી છે. જેમાંથી 1 લાખ 501 લોકોના મોત થયાં છે.
કોવિડ -19
એક અધિકારીના જણાવ્યા મુજબ ફાંસમાં 642 લોકોના મોતની સાથે કોરોના સંક્રમણની સંખ્યા 19 હજાર 323 થઇ ગઇ છે.