ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટેનમાં સ્વાસ્થ્ય કર્મીઓના પરિવાર માટે વીમા યોજનાની જાહેરાત - coronavirus effect

કોરોના વાઈરસની મહામારીમાં સ્વાસ્થ્ય કર્મીઓ પોતાના જીવના જોખમે ઢાલ બની લોકોના જીવ બચાવી રહ્યાં છે. એવામાં બ્રિટેન સરકારે સ્વાસ્થ્ય કર્મીઓના પરિવાર માટે 60 હજાર પાઉન્ડની વીમા યોજનાની જાહેરાત કરી છે.

Etv Bharat
health

By

Published : Apr 28, 2020, 5:52 PM IST

લંડનઃ બ્રિટેને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓના પરિવાર માટે 60, 000 પાઉન્ડની નવી વિમા યોજના જાહેર કરી છે. કોરોના વાઈરસ સંકટ સામે જંગ લડવા પોતાના જીવની ચિંતા કર્યા વગર કામ કરતાં સ્વાસ્થ્યકર્મીઓના પરિવારોને આ યોજનાનો લાભ મળશે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ફેલાયેલો છે. બ્રિટેનમાં કોરોના વાઈરસથી 21,000 કરતાં પણ વધારે લોકોના મોત થયાં છે.

બ્રિટેનના સ્વાસ્થ્ય પ્રધાન મૈટ હૈનકૉકે ડાઉનિંગ સ્ટ્રીટ પર પ્રેસ કોન્ફરન્સમાં આ વીમા યોજના અંગે ઘોષણાં કરી. તેમણે કહ્યું કે કોઈ પણ રકમ કોઈ વ્યકિતની જીદંગીની કિંમત નથી આંકી શકતી. પરંતુ સરકાર સ્વાસ્થ્યકર્મીઓના પરિવારોને મદદ કરવા તમામ સંભવ પ્રયાસ કરી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, ' મને મારી જવાબદારીનો પુરો અહેસાસ છે કે તેમના (સ્વાસ્થ્યકર્મીના) પ્રિયજનો તથા પરિવારની સંભાળ રાખવી જોઈએ.'

ABOUT THE AUTHOR

...view details