વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાઈરસ વૈશ્વિક રોગચાળા સાથેના વ્યવહારના માર્ગની આકરી ટીકા કરી છે.
ઓબામાએ તેમના પૂર્વ પ્રશાસનના સભ્યો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, માઈકલ ફ્લાયન દ્વારા ન્યાય વિભાગ દ્વારા ફોજદારી કેસની સમાપ્તિ પર પણ ટિપ્પણી કરી હતી કે, તે કાયદાના શાસન અંગેની મૂળભૂત સમજ માટે જોખમરૂખ છે.
ઓબામાએ તેમના સમર્થકોને અપીલ કરી હતી કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનનું સમર્થન કરો. જો બિડેન 3 નવેમ્બરની ચૂંટણીમાં ટ્રમ્પ વિરૂદ્ધ મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.
ઓબામાએ કહ્યું કે, આપણે સ્વાર્થી, વિભાજિત અને બીજાને દુશ્મન તરીકે જોવાની લાંબા સમયથી ચાલતી વૃત્તિઓ સામે લડી રહ્યા છીએ. આ વલણથી નિશ્ચિતપણે અમેરિકન જીવનમાં એક ઘર બનાવ્યું છે. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે એ જ નજરથી જોઈ રહ્યા છીએ. તેથી જ આ વૈશ્વિક કટોકટીના સમયમાં આપણી કાર્યવાહી નબળી અને કલંકિત છે. મારે એનાથી શું? એ આપણી માનસિકતા બની ચૂકી છે. જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત આપત્તિ છે.
ઉલ્લેખનીય છે કે, જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોના વાઈરસના ચેપને કારણે 78,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. 1.3 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે.