વોશિંગ્ટન: દુનિયા કોરોના વાયરસ સામે લડવા માટે ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે યૂરોપે પોતાની સીમાઓ બંધ કરી દીધી છે. ત્યાર બાદ ફ્રાંસમાં પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરીકા આગામી સમયમાં લાંબી લડાઇ લડવા માટે પણ તૈયાર છે.
અમેરિકામાં કોરોનાની રસીનું પરીક્ષણ શરૂ - corona
દુનિયા કોરોના વાયરસ સામે લડવા માટે ઝઝૂમી રહી છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાંતોના મતે રસી તૈયાર કરવામાં 3થી 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે.
જોકે, રસી કેટલી કારગર સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દર્દીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.
વિજ્ઞાાનીઓએ જણાવ્યુ હતુ કે, આ રસી વાયરસમાંથી તૈયાર નથી. માટે તેનો ચેપ લાગે એવી કોઈ શક્યતા નથી. સામાન્ય રીતે વાયરસ દ્વારા ફેલાતા રોગની રસી પણ એ વાયરસનો ઉપયોગ કરીને તૈયાર થતી હોય છે. આ રસીનો ડોઝ લેવા માટે કેટલાક વ્યક્તિ સ્વેચ્છાએ તૈયાર થયા છે, પરંતુ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.