વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસનો હુમલો પર્લ હાર્બર અને 9/11થી વધુ ખતરનાક છે.
કોરોના વાઇરસનો હુમલો પર્લ હાર્બર 9/11થી પણ વધુ ખતરનાક : ટ્રમ્પ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં નર્સ એક સાથે બેઠક યોજી હતી. તે સમયે પ્રમુખને પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતા કોરોના વાઇરસને પર્લ હાર્બર અને 9/11ના હુમલાથી પણ ખતરનાક ગણાવ્યો હતો.
કોરોના વાઇરસનો હુમલો પર્લ હાર્બર, 9/11થી પણ વધુ ખતરનાક : ટ્રંપ
પ્રમુખે નર્સ સાથે એક બેઠક સમયે વ્હાઇટ હાઉસના ઓવલ કાર્યાલયમાં થયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે દેશમાં અત્યાર સુધીમાં સૌથી ઘાતક હુમલાઓનો જ સામનો કર્યો છે. હકીકતમાં આ હુમલો બહુ ખતરનાક છે. જે પર્લ હાર્બરથી પણ વધુ ખતરનાક છે. ઉપરાંત વિશ્વ વ્યાપાર કેન્દ્રથી વધુ ખતરનાક છે. પહેલા ક્યારેય આવો હુમલો થયો નથી.
ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં કોરોના વાઇરસના પગલે અત્યાર સુધીમાં 72000થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 12 લાખથી વધુ લોકો સંક્રમિત છે.