વોશિંગ્ટન: આખી દુનિયા કોરોના વાઈરસથી પરેશાન છે. આ વાઈરસના પ્રકોપે વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી છે. વિશ્વના વિવિધ દેશમાં અત્યાર સુધીમાં 1,70, 439 લોકોનાં મોત થયા છે. જ્યારે 24,81,528થી વધુ લોકો અસરગ્રસ્ત છે.
વર્લ્ડમીટરની માહિતી મુજબ, સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિત 6,47, 734 રિકવર થયા છે, બીજી તરફ 21 એપ્રિલની સવાર સુધી વિવિધ દેશોમાં કોરોના ચેપગ્રસ્ત લોકોમાં 16 ,63,355થી વધુ પોઝિટિ કેસ નોંધાાય છે
અમેરિકામાં કોરોનાનો કહેર
અમેરિકામાં મંગળવારે સવાર સુધીમાં, કોરોના વાઈરસના સંક્રમણના કારણે થતી મોતની સંખ્યા 42 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં 42,517 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, યુ.એસ.માં કોવિડ -19 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 7,92,913 છે.
ફ્રાન્સમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1.5 લાખથી વધુ, મૃત્યુઆંક 20 હજારને પાર
ફ્રાન્સમાં મંગળવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 20,265 પર પહોંચી ગયો હતો. દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,55,383 છે.