ગુજરાત

gujarat

ETV Bharat / international

ફ્લોરિડામાં કોરોના વાયરસના વધી રહ્યા છે કેસ - delta

ફ્લોરિડાની હોસ્પિટલમાં કોરોના વાયરસ(corona)ના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. પરિસ્થિતિને જોતા કટોકટીની સ્થિતિ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

ફ્લોરિડામાં કોરોના વાયરસના વધી રહ્યા છે કેસ
ફ્લોરિડામાં કોરોના વાયરસના વધી રહ્યા છે કેસ

By

Published : Jul 30, 2021, 4:38 PM IST

  • ફ્લોરિડાની હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે
  • સ્થાનિક અધિકારીઓએ રાજ્યપાલને તાકીદની સ્થિતિ જાહેર કરવા માંગ કરી છે
  • દર્દીઓની સંખ્યા એક મહિના પહેલા કરતા પાંચ ગણી વધારે છે

મિયામી: રાજ્યમાં ઓછામાં ઓછા બે વિસ્તારો એવા છે, જ્યાં ગયા વર્ષના ઉનાળા કરતા આ વખતે વધુ કેસ નોંધાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક અધિકારીઓએ રાજ્યપાલને તાકીદની સ્થિતિ જાહેર કરવા માંગ કરી છે.

આ પણ વાંચો-રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસની ચર્ચા, સુપ્રિટેન્ડેન્ટનો રદિયો

ઇમરજન્સી વિભાગમાં દર્દીઓની સારવાર માટે ટેન્ટ લગાવવાનું શરૂ કર્યું છે

જેક્સનવિલેની હોસ્પિટલોમાં હવે દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી અને તેમના ઇમર્જન્સી સેન્ટર્સ પણ કટોકટીની સ્થિતિમાં છે. કારણ કે, કોવિડ-19નો નવું અને વધુ સંક્રામક સ્વરૂપ 'ડેલ્ટા' નો કહેર અહી વર્તાઇ રહ્યો છે. બ્રેવર્ડ કાઉન્ટીની બે હોસ્પિટલોએ ઇમરજન્સી વિભાગમાં દર્દીઓની સારવાર માટે ટેન્ટ લગાવવાનું શરૂ કર્યું છે. ત્યાં જ ફોર્ટ લોડેરડેલ પાર્કમાં પરીક્ષણ કરનારા લોકોની કારની લાંબી લાઇનો છે.

ફ્લોરિડાની હોસ્પિટલમાં બુધવારે કોવિડ-19ના 8,900થી વધુ નવા કેસ સામે આવ્યા છે

અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના આંકડા અનુસાર ફ્લોરિડાની હોસ્પિટલમાં બુધવારે કોવિડ-19ના 8,900થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દર્દીઓની સંખ્યા એક મહિના પહેલા કરતા પાંચ ગણી વધારે છે. ઓરલૈંડોમાં એડવેંટહેલ્થમાં સંક્રમણ નિવારણના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. વિન્સેન્ટ એચે જણાવ્યું હતું કે, નવા કેસ જે ઝડપે વધી રહ્યા છે તે અસાધારણ છે. તેનો અંત દેખાઇ રહ્યો નથી.

આ પણ વાંચો- Delta Plus Variant in Gujarat: જામનગરમાં ડેલ્ટા પ્લસનો પગપેસારો, વૃદ્ધ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રાજ્યની ફક્ત 48 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે

વધતા કેસ અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાતને જોતા મિયામી-ડાડે અને ઓરલૈંડોએ ફરી એકવાર બંધ જગ્યામાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રાજ્યની ફક્ત 48 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. હોસ્પિટલોનું કહેવું છે કે, મોટાભાગના દર્દીઓ એવા છે જેમને રસી આપવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details