- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને વેક્સિનેશન અંગે જાહેરાત કરી
- અમેરિકામાં 19 એપ્રિલથી પુખ્ત વયના લોકોને વેક્સિન અપાશે
- જો બાઈડને અલેક્ઝેન્ડ્રિયામાં વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી
અમેરિકાઃ રાષ્ટ્રપતિ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં જાહેરાત પહેલા વર્જિનિયાના અલેક્ઝેન્ડ્રિયામાં એક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત કરી હતી. બાઈડને કહ્યું કે, અમેરિકામાં દરેક પુખ્ત વયના લોકોનું 19 એપ્રિલથી કોરોના વેક્સિનેશન કરવામાં આવશે. બાઈડને અમેરિકામાં 1 મે સુધી તમામ લોકોનું વેક્સિનેશન કરવાનું લક્ષ્ય સેવ્યું હતું, પરંતુ હવે 19 એપ્રિલ સુધી તમામ લોકોનું વેક્સિનેશન થશે.
આ પણ વાંચોઃભારતીય-અમેરિકન દંપતીએ ઝારખંડ અને બિહારના આરોગ્ય માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું
બાઈડને કહ્યું, 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યાં સુધી 2 કરોડ લોકોનું વેક્સિનેશન થશે
વ્હાઈટ હાઉસમાં બાઈડને જણાવ્યું હતું કે, 19 એપ્રિલથી 18 વર્ષ અને તેનાથી વધુ વયના દરેક લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. 75 દિવસના કાર્યકાળ દરમિયાન 150 મિલિયન (1.5 કરોડ) વરિષ્ઠ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે, જ્યારે તેઓ 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરશે ત્યાં સુધી 200 મિલિયન (2 કરોડ) લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચોઃવુહાન લેબમાંથી વાઈરસ લીક થવાની તપાસ અંગે WHOના પ્રસ્તાવને ચીનનું સમર્થન નહીં
50 રાજ્યોમાં વેક્સિનેશનનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે
અમેરિકા વેક્સિનેશન લક્ષ્યથી ઘણું આગળ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 50 રાજ્યોમાં વેક્સિનેશનનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. જો બાઈડને વ્હાઈટ હાઉસ વ્હાઈટ હાઉસમાં જાહેરાત પહેલા વર્જિનિયાના અલેક્ઝેન્ડ્રિયામાં એક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત કરી હતી. આ જાહેરાત બાદ મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવશે.