- કિન્સે કોરોનાની રસી લેવાની અને ટેસ્ટિંગ કરાવવાની ના કહી હતી
- આ કારણસર બરતરફ કરવામાં આવેલો નૌસેનાનો પહેલો અધિકારી
- કિન્સ કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળ
વૉશિંગ્ટન: અમેરિકન નેવીના એક કમાન્ડર (commander of the us navy)ને કોવિડ-19 વિરોધી રસી (Corona Vaccination In America) અને ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરવા બદલ યુદ્ધ જહાજના એક્ઝિક્યુટિવ ઓફિસર (executive officer of the warship us navy) પદેથી બરતરફ કરવામાં આવ્યો છે. નૌકાદળના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, લ્યુસિયન કિન્સ રસી લગાવવાની ના કરવા પર બરતરફ કરવામાં આવેલો નૌસેનાનો પહેલો અધિકારી છે.
કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા કિન્સ
નૌકાદળના કેપ્ટન અને 'નેવલ સરફેસ સ્ક્વોડ્રન 14' (naval surface squadron fourteen)ના કમાન્ડર કેન એન્ડરસને કમાન્ડર લ્યુસિયન કિન્સને ડિસ્ટ્રોયર USS વિન્સ્ટન ચર્ચિલ (destroyer uss winston s. churchill) પરની તેમની ફરજોમાંથી મુક્ત કર્યા છે. નૌસેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કમાન્ડર જેસન ફિશરે ગોપનીયતાની ચિંતાઓને ટાંકીને કિન્સને કમાન્ડમાંથી મુક્ત કરવા માટેનું ચોક્કસ કારણ આપવાનો ઇનકાર કર્યો હતો. ફિશર 'નેવલ સરફેસ ફોર્સ એટલાન્ટિક'ના પ્રવક્તા (spokesman for the naval surface force atlantic) છે. તેમણે જણાવ્યું હતું કે બરતરફીનું કારણ એ હતું કે, કિન્સે કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા બાદ તેમની ફરજો નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.