ગુજરાત

gujarat

ETV Bharat / international

Corona In America: અમેરિકાના આ રાજ્યમાં કોરોનાનું તાંડવ, 50 લાખથી વધુ કેસો નોંધાયા - california covid-19 hospitalizations

અમેરિકા (Corona In America)ના કેલિફોર્નિયામાં કોરોના વાયરસના સંક્રમણના કેસ (corona cases in california) 50 લાખને વટાવી ગયા છે. કેલિફોર્નિયા પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ (california public health department report) અનુસાર, રાજ્યમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ (first corona case in california) 25 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયો હતો. તે જ વર્ષે 11 નવેમ્બરે કોરોના કેસ વધીને 10 લાખ થઈ ગયા હતા.

Corona In America: અમેરિકાના આ રાજ્યમાં કોરોનાનું તાંડવ,  50 લાખથી વધુ કેસો નોંધાયા
Corona In America: અમેરિકાના આ રાજ્યમાં કોરોનાનું તાંડવ, 50 લાખથી વધુ કેસો નોંધાયા

By

Published : Dec 29, 2021, 4:43 PM IST

સેક્રામેન્ટો: અમેરિકાના (Corona In America) કેલિફોર્નિયામાં કોરોના વાયરસના સંક્રમણના કેસ (corona cases in california) 50 લાખને વટાવી ગયા છે. સંક્રમણના સૌથી વધુ કેસોવાળું આ પહેલું રાજ્ય (state with highest corona cases) બની ગયું છે. સરકારી આંકડાઓમાં મંગળવારના આ જાણકારી આપવામાં આવી.

સંક્રમિત લોકોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસોમાં વધારો

US સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (us centers for disease control and prevention) કેલિફોર્નિયાને દેશના મોટાભાગના સ્થળોની સાથે કોરોના વાયરસના ઉચ્ચ ફેલાવાવાળા પ્રદેશની યાદીમાં મૂક્યું છે. આ દરમિયાન રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોના હોસ્પિટલમાં દાખલ (california covid-19 hospitalizations) થવાના કેસ ધીમેધીમે વધી રહ્યા છે. રાજ્યમાં સંક્રમણને કારણે 75,500થી વધુ લોકોના મોત થયા છે.

4,401 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

છેલ્લા 7 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં 12 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન 4,401 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસોમાં હજી એ સ્પષ્ટ નથી કે નવા રૂપ ઓમિક્રોનના કેટલા કેસ (omicron cases in california) છે. ઉલ્લેખનીય છે કે, કેલિફોર્નિયા પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ (california public health department report) પ્રમાણે રાજ્યમાં સંક્રમણનો પહેલો કેસ (first corona case in california) 25 જાન્યુઆરી 2020ના સામે આવ્યો હતો. આના ઠીક 292 દિવસ બાદ એ જ વર્ષે 11 નવેમ્બરના સંક્રમણના કેસો વધીને 10 લાખ થઈ ગયા હતા. ત્યારબાદ 44 દિવસમાં રાજ્યમાં સંક્રમણના કેસ 20 લાખથી વધારે થઈ ગયા હતા.

આ પણ વાંચો: Covid 19 pill Paxlovid: દક્ષિણ કોરિયાએ એન્ટી કોવિડ 19 પિલ પેક્સલોવિડના ઉપયોગને મંજૂરી આપી

આ પણ વાંચો: Covid-19 : ઇક્વાડોરમાં નાગરિકો માટે રસીકરણ રહેશે ફરજિયાત

ABOUT THE AUTHOR

...view details