વોશિંગ્ટન: ચીન લાઇન ઓફ એક્ય્યુલ કંટ્રોલ (એલએસી) પર સૈન્યની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ ચીન પર આ પગલાનો આરોપ લગાવતા કહ્યું હતું કે સરમુખત્યારશાહી શાસન આવી કાર્યવાહી કરે છે. આજે પણ ચીની સેના ભારતીય સરહદ એલએસીની ઉત્તર તરફ આગળ વધી રહી છે.
લદાખ અને ઉત્તર સિક્કિમ સરહદ પર ઘણા વિસ્તારોમાં તાજેતરમાં ભારતીય અને ચીની દળો દ્વારા લશ્કરોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ સૈન્યના કારણે બંને દેશોમાં તણાવ વધ્યો હતો.
પોમ્પીયોએ કહ્યું કે ચીને વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઇરસ વિશેની માહિતી પણ છુપાવી છે. આ સાથે હોંગકોંગના લોકોની સ્વતંત્રતાને નષ્ટ કરવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યુએસના વિદેશ સચિવે કહ્યું, 'આ લિસ્ટ ઘણું લાંબું છે. અમેરિકાની બૌદ્ધિક સંપત્તિના અધિકારની ચોરી કરવાની વાત હોય, અમેરિકાના લાખો લોકોની નોકરી બર્બાદ કરવાની વાત હોય કે પછી દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઇ માર્ગને જોખમ ઉભું કરવાનો મુદ્દો હોય, ચીન આવા અનેક પગલાં લઈ રહ્યું છે. વળી, જ્યાં સેનાને તૈનાત કરવાનો અધિકાર નથી ત્યાં પણ ચીન તેના સૌનિકોને તૈનાત કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે ચીની સામ્યવાદી પાર્ટી દ્વારા લેવામાં આવેલા આવા પગલાઓની સૂચિ ખૂબ લાંબી છે.