વોશિંગ્ટનઃ અમેરિકાએ કહ્યું કે, વુહાન શેહરમાં કોરોના વાઈરસ ફેલાયા બાદ ચીન તે સ્થિતિને સંભાળી શકી નહી. જોકે વ્હાઈટ હાઉસે આ એશિયાઈ દેશ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવા પર કોઈ નિર્ણાયક ઉત્તર આપ્યો નથી.
ચીનના વુહાન શહેમાંથી ફેલાયેલા કોરોના વાઈરસને લીધે અત્યાર સુધીમાં અંદાજી 2.5 લાખ સુધીના લોકોના મોત થયાં છે, જેમાં 64 હજાર લોકો અમેરિકાના છે. આ વાઈરસથી વિશ્વમાં 33 લાખ લોકો સંક્રમિત થયા છે.
અમેરિકા, જર્મની, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયાએ કોરોના વાઈરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ સામે યોગ્ય પગલા લેવા અને તેને ફેલાવવા બદલ ચીનને દંડિત કરવાના રુપમાં આયાતદરમાં વૃદ્ધિ કરવાનો સંકેત આપ્યો છે.
આ મુદ્દે વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ મેકનીએ કહ્યું હતું કે 'ચીનને દંડ સ્વરુપે આયાત વૃદ્ધિદરમાં વધારો કરવો એ કે નહી એ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી રહી છે. આ વિશે હું વધુ તો કંઈ નહી કહી શકું, પણ હા ચીનને લઈ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. તેમજ એ કહેવામાં કોઈ અતિશિયોક્તિ નથી કે ચીને કોરોના વાઈરસની સ્થિતિ યોગ્ય રીતે સંભાળી નહી.'
વધુમાં મેકનીએ કહ્યું કે, અમુક વાતો તમારી સમક્ષ રજૂ કરુ છું. ચીને આ વાઈરસની ઉત્પતિ પર જાણકારી પણ નહોતી આપી, જ્યારે કે આ જાણ શંઘાઈના એક પ્રોફેસર દ્વારા કરવામાં આવી હતી. આના બીજા જ દિવસે ચીને પોતાની પ્રયોગશાળા બંધ કરી દીધી હતી.