વોશિંગ્ટન: અમેરિકાએ ફરી એકવાર કોરોના મહામારીને લઈને ચીન પર નિશાન સાધ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન પર નિશાન સાધતા કહ્યું હતું કે, ચીને અમેરિકા સહિત વિશ્વના બાકીના દેશનો પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
ચીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વને નુકસાન પહોંચાડ્યું : ટ્રમ્પ - કોરોનાને લઇ ટ્રમ્પે ચીનને ગણાવ્યો જવાબદાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વના અનેક દેશોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ટ્વિટ કર્યું કે, ચીને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વના અન્ય દેશોને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ પહેલા રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનને તેની 'ગુપ્તતા અને છેતરપિંડી' માટે સંપૂર્ણપણે જવાબદાર માનવું જોઈએ, કારણ કે તેનાથી સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાયો છે.