વૉશિંગ્ટન: અમેરિકાના નિયમોમાં બદલાવ થવાના કારણે ભારતના H-1 વિઝા ધારકોની મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના આ પગલાથી ઘણા એવા ભારતીયોને અસર પહોંચી શકે છે, જેમની પાસે H-1 વિઝા છે અને જે લાંબા સમયથી સ્થાયી કાયદાકીય નિવાસની પરવાનગી મળવાની રાહ જોઈ રહ્યાં છે.
વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સ્ટેફની ગ્રીશમે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સોમવારે પોતાનો કાયદો લાગૂ કરી શકશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી સખત પરિશ્રમ કરાનાર અમેરિકી કરદાતાઓને સુરક્ષા મળશે, હકીકતમાં જરૂરિયાતમંદ અમેરિકીઓ માટે કલ્યાણ યોજનાઓ સુરક્ષિત રહેશે, સંધીય ખાદ્ય ઓછી થશે અને આ મૌખિક સિદ્ધાંત પુન:સ્થાપિત થશે કે અમારા સમાજમાં આવનારા નવા લોકો નાણાંકીય રીતે આત્મ નિર્ભર હોય અને અમેરિકાના કરદાતાઓ પર બોઝ ન બને.
14 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત અંતિમ નિયમને 15 ઓક્ટોમ્બરથી લાગૂ કરવાનો હતો, પરંતુ કોર્ટના વિવિધ નિર્ણયોના કારણે તેને લાગૂ કરી શકાતો નહોતો. આ કાયદાથી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ગાર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે કે, કોણ વિદેશી દેશમાં રહેવા માટે યોગ્ય છે અને શા માટે તેને સ્થાયી નિવાસની પરવાનગી આપવામાં નહીં આવે. અમેરિકી નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા અનુસાર, નવા કાયદામાં સ્થાયી નિવાસની પરવાનગી માગનારા વ્યક્તિને બતાવવું પડશે કે, તેમણે ગેર પ્રવાસી દર્જો પ્રાપ્ત કર્યા બાદથી નાણાંકીય ફાયદાવાળી યોજનાઓનો લાભ લીધો નથી.
માઈગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ અહેવાલ મુજબ, 2018 અનુસાર 61 ટકા ગેર નાગરિક બાંગ્લાદેશી પરિવારો, 48 ટકા ગેર નાગરિક પાકિસ્તાની અને 11 ટકા ગેર નાગરિક ભારતીય પરિવારોએ જન લાભ પ્રાપ્ત કર્યા છે. જેની તપાસ નયા કાયદા અનુસાર કરવામાં આવશે.