- કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન મોદી સાથે કરી વાત
- PM જસ્ટિન ટ્રુડોએ આખરે મોદીને ફોન કરીને વેક્સિન માગી
- ટ્રુડો સરકારને સમર્થન આપી રહેલી NDP ખાલિસ્તાનને ખુલ્લો ટેકો આપે છે અને ભારત વિરોધી કાર્ય કરે છે
નવી દિલ્હી : કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન કોરોના વેક્સીનના સપ્લાઇ મુદ્દે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સમકક્ષ કેનેડાના જસ્ટિન ટ્રુડો વચ્ચે ટેલિફોન વાતચીત થઈ
વડાપ્રધાન મોદી એ ટ્વિટ કરીને કહ્યું કે,"મારા મિત્ર જસ્ટિન ટ્રુડોનો ફોન આવ્યો તેની ખુશી છે." મેં ખાતરી આપી હતી કે, કેનેડા દ્વારા માંગવામાં આવેલી કોરોના રસીના પુરવઠાની સુવિધા માટે ભારત શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અમે હવામાન પરિવર્તન અને વૈશ્વિક આર્થિક સુધાર જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહયોગ ચાલુ રાખવા પણ સંમત થયા છે. ''