- શિક્ષક આનંદ કુમારના 'પ્રેરણાદાયી કાર્ય'ની કેનેડિયન સાંસદે પ્રશંસા કરી
- કુમાર સમાજના વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનું કામ કરે છે
- 2012માં કેનેડામાં પ્રાંત કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા
ઓટાવા:વંચિત બાળકો માટે શિક્ષણના સફળ મોડેલ તરીકે સુપર 30ના સંસ્થાપક અને શિક્ષક આનંદ કુમારના 'પ્રેરણાદાયી કાર્ય' ની કેનેડિયન સાંસદે પ્રશંસા કરી છે. બ્રિટિશ કોલંબિયામાં મૈપલ રિજ અને પીટ મેડોઝના સાંસદ માર્ક ડાલ્ટન, ફેડરલ ડિસ્ટ્રિક્ટમાં શિક્ષણ પ્રોજેક્ટ્સની વિગતો આપતા કહ્યું, "સુપર 30નું પ્રેરણાદાયી કાર્ય સમાજના વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ભારતની મુખ્ય સંસ્થાઓમાં પહોંચવામાં તમામ અવરોધોને દૂર કરવામાં મદદ કરી છે".
ફી લીધાં વગર ટેક્નોલોજી સંસ્થાનોની પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરે છે
ડાલ્ટને કહ્યું કે, મૈપલ રિજનો રહેવાસી બીજુ મૈથ્યુએ કુમાર પર એક પુસ્તક લખ્યું છે, જે બિહારમાં જન્મેલા ગણિતશાસ્ત્રી છે અને તે શિક્ષણવિદો માટે ખૂબ પ્રેરણાદાયક છે. કુમાર દ્વારા સ્થાપિત સુપર 30 એ એક ખૂબ વખાણાયેલો શૈક્ષણિક કાર્યક્રમ છે, જેની શરૂઆત આનંદ કુમારે કરી હતી. સુપર 30 ફી લીધા વગર ભારતીય ટેક્નોલોજી સંસ્થાનોની પ્રવેશ પરીક્ષા માટે દર વર્ષે 30 વંચિત વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરે છે. કુમારને અગાઉ 2012માં કેનેડામાં પ્રાંત કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ કોલંબિયા સરકારના તત્કાલીન પ્રધાન શિક્ષણ નાઓમી યમમોટો કુમારને 'પ્રતિભાશાળી' શિક્ષક કહેતા હતા.