કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં જીત મળી છે. માટ્રિયલમાં પાર્ટી પર પાર્ટી નેતાઓ અને સમર્થકો સાથે ખુશી મનાવતા ટુડોએ કહ્યું કે, તે દેશ અને તેમની જનતાને હંમેશા પ્રાથમિકતા પર રાખશે. ટૂડોની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી
લિબરલ પાર્ટીને બહુમતથી 14 ઓછી એટલે કે, 156 સીટ મળી છે. તેમની વિરોધી પાર્ટી મધ્ય-દક્ષિણી કન્ઝર્વેટિવ પાર્ટી 122 સીટ પર જીત મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટીને ગત્ત ચૂંટણીમાં 95 સીટ મળી હતી.
કેનેડાના પૂર્વ વિસ્તારમાં શરુઆતમાં હાર મળ્યા બાદ લિબરલ નેતાઓએ એટલેન્ટિકા, કેનેડા, ક્વેબેક અને ઓટેરિયોમાં જીત મેળવી હતી. પાર્ટીએ 2015માં બહુમત (184 સીટ ) મેળવી હતી.