ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારે દબાણ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો - બ્રાઝિલ ન્યૂઝ

બ્રાઝિલમાં વિદેશપ્રધાનને હટાવવા માટે ભારે દબાણને કારણે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ મંત્રીમંડળમાં ફેરબદલ કર્યા છે. મળતી માહિતી અનુસાર, દબાણને કારણે રાષ્ટ્રપતિએ વિદેશપ્રધાન ઇર્નેસ્ટો અરૉજોને પદ પરથી હટાવ્યા અને અન્ય ત્રણ પ્રધાનોને ચીફ ઑફ સ્ટાફ, સંરક્ષણ પ્રધાન અને એટર્ની જનરલના નવા પદ સોંપ્યા.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ

By

Published : Mar 30, 2021, 10:58 AM IST

  • બ્રાઝિલના મંત્રીમંડળમાં ફેરફારો કરાયા
  • ચીફ ઑફ સ્ટાફ, સંરક્ષણ પ્રધાન અને એટર્ની જનરલે નવા પ્રધાનો
  • રાષ્ટ્રપતિએ અગાઉ આરોગ્યપ્રધાનની જગ્યા બદલી હતી

રિયો ડી જિનેરિયો : બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ વિદેશપ્રધાનને બદલવાના ભારે દબાણ વચ્ચે મંત્રીમંડળમાં ફેરફારો કરાયા છે. રાષ્ટ્રપતિએ સોમવારે વિદેશપ્રધાન અર્નેસ્ટો એરોજોને પદ પરથી હટાવ્યા અને સોમવારે ચીફ ઑફ સ્ટાફ, સંરક્ષણ પ્રધાન અને એટર્ની જનરલની નવી જગ્યાઓ અન્ય ત્રણ પ્રધાનોને સોંપી હતી.

આ પણ વાંચો : બ્રાઝિલના વિદેશ પ્રધાને કોરોના વેક્સિનની અછતના કારણે રાજીનામું આપ્યું

રાષ્ટ્રપતિએ અગાઉ આરોગ્યપ્રધાનની જગ્યા બદલી હતી

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમણે નવા ન્યાયમૂર્તિ અને જાહેર સલામતી પ્રધાન અને સરકારી સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ફેરબદલ માટે કોઈ કારણ આપ્યું ન હતું. રાષ્ટ્રપતિએ અગાઉ આરોગ્યપ્રધાનની જગ્યા બદલી હતી. જે દેશના કોરોનાના 3,14,000 લોકોના મોત પછી ટીકા હેઠળ હતા.

આ પણ વાંચો : બ્રાઝિલ કોરોના સંકટ: કુલ કેસ 20 લાખથી વધુ, મૃત્યુઆંક 76,000ને પાર

અરૉજોની જગ્યાએ કાર્લોસ ફ્રાન્કા વિદેશપ્રધાન

અરૉજોની તાજેતરમાં જ ટીકા થઈ હતી. જ્યારે તેના હરીફોએ કહ્યું હતું કે, તેણે એન્ટી કોરોના વાયરસ રસીને જલ્દીથી લેવાનો પ્રયત્નોનો અવરોધિત કર્યા છે. અરૉજોની જગ્યાએ કાર્લોસ ફ્રાન્કાએ વિદેશપ્રધાન છે. તે બોલ્સોનારોના સલાહકાર છે.

ABOUT THE AUTHOR

...view details