ગુજરાત

gujarat

ETV Bharat / international

બોલસોનારો કોવિડ-19 ની શંકાસ્પદ સારવારના 'પોસ્ટર બોય' બન્યા

ઘણા મહિનાઓ સુધી કોવિડ -19 ની સારવારમાં મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોકિ્વનનો ઉપયોગ કરવાની વાત કરનાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનોરોએ સોશિયલ મીડિયા પર લાખો લોકોની સામે આ દવા લઇને અને બીજાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. કોવિડ -19ની સારવાર માટે આ દવા છે કે નહીં તે હજી સુધી સાબિત થઈ નથી. વિગતવાર વાંચો ...

ે્ુિ
વ્ન

By

Published : Jul 9, 2020, 10:24 PM IST

રિયો ડી જાનેરો: ઘણા મહિનાઓ સુધી કોવિડ -19 ની સારવારમાં મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરવાની વાત કરનાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનોરો સોશિયલ મીડિયા પર લાખો લોકોની સામે આ દવા લઈને પોતાને અને અન્ય લોકો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોવિડ -19ની સારવાર માટે આ દવા છે કે નહીં તે હજી સુધી સાબિત થઈ નથી.

બોલસોનારોએ આ અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે તે કોરોના વાઇરસથી સંક્રમિત છે, પરંતુ હાઈડ્રોક્સાઇક્લોરોક્વિનને કારણે તે પહેલાથી જ સારુ અનુભવે છે. તેના અમુક કલાકો બાદ, તેણે એક વીડિઓ શેર કર્યો જેમાં તે આ દવા લેતા જોવા મળ્યા હતા. તેણે કહ્યું છે કે તે આ ત્રીજો ડોઝ લઈ રહ્યા છે.

તેણે હસીને કહ્યું, 'હું હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન પર વિશ્વાસ કરું છું અને તમે?' બુધવારે, તે ફરી એકવાર ફેસબુક પર આ ડ્રગના ફાયદાઓ જણાવી રહ્યા હતા.

બ્રાઝિલિયા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પાઉલો કાલમોને કહ્યું, "તે હાઇડ્રોક્સાઇક્લોક્વિનથી કોવિડના ઇલાજ માટેના પોસ્ટર બોય બની ગયા છે."

બોલસોનારોએ જાહેરાત કરી કે તેઓ દેશની સૈન્યને ક્લોરોક્વિન ઉત્પાદન ઝડપી બનાવવા સૂચના આપી છે. આ પછી, બ્રાઝિલની સેનાએ આ પછી 20 લાખ ગોળીઓ બનાવી. જે દેશના વાર્ષિક સામાન્ય ઉત્પાદન કરતા 18 ગણી વધારે છે.

ABOUT THE AUTHOR

...view details