- બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ છૂટાછેડાની કરી જાહેરાત
- હવે આગળ અમારે બન્નેએ સાથે રહેવું અઘરું પડશેઃ બિલ ગેટ્સ
- અમે બન્ને છૂટાછેડા લઈ નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએઃ ગેટ્સ
સિઅટલ (અમેરિકા): માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ જાહેર કરેલા એક નિર્ણયથી તમામ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. આ બન્નેએ લગ્નના 27 વર્ષ પછી એક બીજાથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. બિલ ગેટ્સ અને મેલિન્ડાએ જણાવ્યું હતું કે, ઘણી વાતચીત અને સંબંધ પર કામ કર્યા પછી અમે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ બાળકોને ઉછેરીને મોટા કર્યા છે. આ સાથે જ અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે વિશ્વમાં લોકોના આરોગ્ય અને સારા જીવન માટે કામ કરે છે. અમે આ મિશન માટે હજી પણ એવો જ વિચાર રાખીશું અને સાથે કામ કરીશું. જોકે, અમને લાગે છે કે, હવે અમે જીવનના આગામી સમયમાં એક સાથે નહીં રહી શકીએ. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેવામાં લોકો પાસેથી અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઈવસીની અપેક્ષા છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: પિતાએ ઉશ્કેરણી કરતા દીકરીને જમાઈ અને સાસરિયાઓએ મારમાર્યો
માઈક્રોસોફ્ટના કાર પાર્કિંગમાં બિલ ગેટ્સે મેલિન્ડાને બહાર ફરવા પૂછ્યું હતું