ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા ચૂંટણીઃ જો બિડેને વ્યોમિંગમાં મેળવી જીત - આંતરારાષ્ટ્રીય સમાચાર

કોરોના ફાટી નીકળવાના કારણે અમેરિકા ચૂંટણી મતદાન 4 એપ્રિલના રોજ રદ કરવામં આવ્યું હતુ. ત્યાર બાદ 17 મી એપ્રિલના રોજ મેલ દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતુ. જેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેને વ્યોમિંગમાં જીત મેળવી છે.

EtvBharat
AMerica news

By

Published : Apr 20, 2020, 5:16 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોમેક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવારી હાંસિલ કરવાના પ્રયાસો કરતાં પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેનને વ્યોમિંગમાં જીત મેળવી છે. વ્યોમિંગ અમેરિકાનું ખુબ જ મોટું રાજ્ય છે.

ડોનાલ્ડ ટ્રમ્પને માત આપવા માટે ડેમોક્રેટસમાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારોની રેસ ચાલી રહી છે.

ડેમોક્રેટસ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનને મોટી સફળતા મળી છે. પાર્ટી અનુસાર જો બિડેનને 72.2 ટકા મત મળ્યાં છે, જ્યારે સીનેટર વરમોંટના સીનેટર બર્ની સૈંડર્સને 27.8 ટકા મત મળ્યાં હતાં.

કોરોના વાઈરસના ફાટી નીકળવાના કારણે 4 એપ્રિલના રોજ મતદાન રદ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ 17 એપ્રિલે મેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં બિડેને 1297 પ્રથિનિધિઓનો મત જીત્યો હતો, જ્યારે સૈંડર્સને 911 મત મળ્યાં હતાં.

યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અગાઉ નવેમ્બર 2020 માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના ભૂતપૂર્વ ડેપ્યુટી જોસબિડેનને સમર્થન આપ્યું છે, અને કહ્યું હતું કે તેઓ અમેરિકાને એકજુથ કરી શકે છે, જે અમુક પળો માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details