ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા ચૂંટણીઃ જૉ બાઇડને વ્હાઇટ હાઉસની રેસ જીતી, કમલા હેરિસ બનશે ઉપરાષ્ટ્રપતિ - અમેરિકા રાષ્ટ્રપતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જૉ બાઈડેને બાજી મારી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. બાઈડેનને 273 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં 214 ઈલેક્ટોરલ વોટ છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270 નો આંકડો વટાવવો જરૂરી હતો, જે આંકડાને બાઈડેને વટાવી લીધો છે. જો કે, હજુ પાંચ રાજ્યમાં કાઉન્ટિંગ ચાલું છે.

જૉ બાઇડને વ્હાઇટ હાઉસની રેસ જીતી
જૉ બાઇડને વ્હાઇટ હાઉસની રેસ જીતી

By

Published : Nov 8, 2020, 12:29 AM IST

Updated : Nov 8, 2020, 7:38 AM IST

  • જૉ બાઈડેન બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ
  • ભારતિય મુળની કમલા હેરિસ બનશે ઉપરાષ્ટ્રપતિ
  • જૉ બાઈડેન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ બનશે

વોશીંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાદ જૉ બાઈડેને જીત મેળવી લીધી છે. સાથે જ ભારતીય મુળની કમલા હેરિસ પણ દુનિયાની સૌથી શક્તિશાળી લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. ત્યારે ભારતમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બાઈડેને 270 નો આંકડો પાર કર્યો

ડેમોક્રેટ ઉમેદવાર જૉ બાઈડેને રાષ્ટ્રપતિ ચૂંટણમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે. તે અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ બનશે. તેઓ એવા સમયે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે કે, જ્યારે અમેરિકા કોરોના વાઈરસની મહામારીમાં સંઘર્ષ કરી રહ્યો છે અને દેશમાં આર્થિક અને સામાજિક ઉથલપાથલ મચી રહી છે. પેન્સિલવેનિયામાં જીત્યા પછી બાઈડેને 270 નો આંકડો પાર કર્યો છે. બાઈડેને આ ચૂંટણી ચાલીસ લાખથી વધુના અંતરથી જીત્યા છે. તેમજ જેમ જેમ મતોની ગણતરી થશે તેમ હજું પણ સંખ્યા વધશે.

કમલા હેરિસે ઈતિહાસ રચ્યો

કમલા હેરિસે ઈતિહાસ રચ્યો છે. તેઓ પણ તે સમયે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે કે, જ્યારે દેશમાં વંશીય ભેદભાવ ચરમસીમાએ છે. ભારતિય મુળની કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે.

બાઈડેને ટ્વીટ કરીને લોકોનો આભાર માન્યો

બાઈડેને ટ્ટિટ કરીને લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, તમે મને દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું આગળનું કાર્ય મુશ્કેલ જરૂર છે, પરંતું હું તમને વચન આપું છું કે, તમે મને મત આપ્યો હોય કે ના આપ્યો હોય હું તમામ અમેરિકનનો રાષ્ટ્રપતિ બનીશ. તમે મારા પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે વિશ્વાસને હું બરકરાર રાખીશ.

ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી કમલા હેરિસે ટ્વિટ કરીને કહ્યું કે, આ જીત અમેરિકાની આત્મા અને તેના માટે લડવાની અમારી ઈચ્છાને લઈને છે. અમારે આગળ હજું ઘણા કામ છે. આવો આની શરૂઆત કરીએ.

Last Updated : Nov 8, 2020, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details