વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેને ન્યૂજર્સીથી ડેમોક્રેટ્સની પ્રાથમિક ચૂંટણી જીતી છે.
પ્રાઇમરી ચૂંટણી યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું પ્રથમ પગલું છે. વિવિધ રાજ્યોમાં પ્રાઇમરી ચૂંટણીઓ દ્વારા પક્ષો તેમના મજબૂત દાવેદારોની પંસદગી કરે છે. મંગળવારની ચૂંટણીમાં બાઇડેનનો સામનો બર્ની સેન્ડર્સ સાથે હતો. જોકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ્સ તરફથી બાઇડેનની ઉમેદવારી લગભગ નિશ્ચિત છે.
કોવિડ-19ના કારણે આ ચૂંટણી એક મહિનામાં મોડી યોજાઇ છે. ડેમોક્રેટિક ગવર્નર મર્ફીએ કહ્યું કે, આ ચૂંટણીમાં મોટાભાગના લોકોએ મેલ દ્વારા મતદાન કર્યું હતું.
નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઔપચારિક રીતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. બાઇડેને ડેમોક્રેટના ડેલાવેયર પ્રાથમિક ચૂંટણીમાં પણ જીતી હાંસલ કરી ચૂક્યા છે.જ્યારે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંથી રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં જીતી હાંસલ કરી છે.