ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રમ્પની ચીમકીઃ પ્રેસિડેન્ટ ઓફિસ પર બાઈડેન 'રોન્ગફૂલી' દાવો ન કરે

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીની વાતોને ટ્વીટર પર સતત ચમકાવી રહેલાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં દેખાવાથી બચી રહ્યાં છે, પરંતુ ટ્વીટરના પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય છે. અહીં તેમણે જીત ભણી આગળ વધી રહેલાં જો બાઈડેનને ચેતવણી આપી છે કે, તે રોન્ગફૂલી વ્હાઈટ હાઉસની ઓફિસ પર દાવો ન કરે. બેટલગ્રાઉન્ડ કહેવાતાં રાજ્યોમાં મતગણતરી થઇ રહી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ રીતે ટ્વીટર પર બાઈડેનને નિશાને લીધાં હતાં.

By

Published : Nov 7, 2020, 4:21 PM IST

ટ્રમ્પની ચીમકીઃ પ્રેસિડેન્ટ ઓફિસ પર બાઈડેન 'રોન્ગફૂલી' દાવો ન કરે
ટ્રમ્પની ચીમકીઃ પ્રેસિડેન્ટ ઓફિસ પર બાઈડેન 'રોન્ગફૂલી' દાવો ન કરે

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખના પદ પર જો બાઈડેન અયોગ્યપણે દાવો ન કરે તેવી ચીમકી રિપબ્લિકન ચેલેન્જર અને હાલના યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ટ્વીટર પર વધુમાં કહ્યું કે, હું પણ તેવો દાવો કરી શકું છું. અમારી લીગલ પ્રોસેસ શરુ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, કી બેટલગ્રાઉન્ડ ગણાતાં રાજ્યોમાં મતગણતરી ચાલુ છે અને ટ્રમ્પ જાહેરમાં દેખાતા નથી. જો કે, તે ટ્વીટર પર સતત ટ્વીટ કરી રહ્યાં છે. એક લેટેસ્ટ અનુમાન મુજબ બાઈડેન પાસે 264 ઇલેકટ્રોરલ વોટ છે અને ટ્રમ્પ તેમનાથી ઘણાં પાછળ 213 પર ચાલી રહ્યાં છે. જો બાઈડેન પાંચ મુખ્ય બેટલગ્રાઉન્ડ રાજ્યોમાંથી ચારમાં આગળ ચાલી રહ્યાં છે અને ત્યાં હજુ મતગણતરી પણ ચાલુ છે. ટ્રમ્પ બાઈડેનથી પાછળ છે, તેમાં એરિઝોના, જ્યોર્જિયા, નેવાડા અને પેન્સિલ્વિનિયા સ્ટેટ છે, જ્યારે ટ્રમ્પ નોર્થ કેરોલિનામાં આગળ ચાલી રહ્યાં છે.

અમેરિકન પ્રેસિન્ડેન્શિઅલ ચૂંટણીમાં વિજેતા બનવા માટે બન્નેમાંથી કોઇપણ ઉમેદવારને 538 માંથી ઓછામાં ઓછા 270 ઇલેક્ટ્રોરલ કોલેજ વોટ્સની જરુર પડે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીની પ્રમાણિકતાને પડકાર ફેંકીનેે મતદાતાઓ સાથે ભારે છેતરપિંડી થઈ હોવાનો અને ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે, ચૂંટણીની રાતે તેમની આ બધાં રાજ્યોમાં નોંધપાત્ર લીડ હતી, પરંતુ અચાનક જ તે ઘટવા લાગી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાનૂની કાર્યવાહી આગળ વધ્યા બાદ લીડ ફરી મેળવી લેવાશે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે "રિપબ્લિકન સેનેટ પર રેડિકલ લેફ્ટ ડેમ્સ દ્વારા કરવામાં આવેલા હૂમલાની સાથે રાષ્ટ્રપતિ પદ વધુ મહત્વનું બને છે!".

ડોનાલ્ડ ટ્રમ્પે આ રીતે ટ્વીટર પર બાઈડેનને નિશાને લીધાં હતાં.

બાઇડેનનેે પ્રાઈમટાઇમમાં રાષ્ટ્રને સંબોધન કરવાની શક્યતા હતી, પરંતુ તેમણે શુક્રવારે ટ્વીટ પણ કર્યું નથી કે, જાહેર નિવેદન પણ આપ્યું નથી. તેવી જ રીતે કોઇ જ પ્રકારની જાહેર પ્રતિક્રિયા તેમના સહઉમેદવાર સેનેટર કમલા હેરિસ તરફથી પણ નથી આવી. ઉલ્લેખનીય છે કે, હાઉસ સ્પીકર નેન્સી પેલોસી શુક્રવારે જ બાઈડેનને ચૂંટાયેલા પ્રેસિડેન્ટ કહી ચૂક્યાં છે. તેમણે કહ્યું કે, "ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ બાઈડેન પાસે નેતૃત્વ કરવાનો મજબૂત આદેશ છે અને તેમની પાસે સેનેટમાં ઘણા ડેમોક્રેટ્સ અને મજબૂત ડેમોક્રેટિક હાઉસ હશે. આપણા લોકશાહી દેશના આત્મા માટે તે જીવન મૃત્યુની લડાઈ છે અને તેમણે કહ્યું તેમ એ આપણા દેશનો આત્મા છે. આપણે દરેક યુદ્ધ જીતીશું અને આપણે જીતી ચૂક્યાં છીએ.

પેલોસીએ બાઈડેનને યુનિફેયર ગણાવતાં એમ પણ કહ્યું કે તેઓ અમેરિકનોને એકજૂટ કરવા માટે નક્કી કરી ચૂક્યાં છે. કારણ કે, તે દરેકના દ્રષ્ટિકોણનો આદર કરે છે. બાઈડેને કહ્યું કે તેઓ એક ડેમોક્રેટ છે તેવી જ રીતે બધાંનાં પ્રમુખ તરીકે સત્તા સંભાળશે, તેમણે બાઈડેનને મત આપ્યો હોય કે ન આપ્યો હોય.

પેલોસીએ બાઈડેન અંગે વાત કરતાં વધુમાં જણાવ્યું કે, એ ચોક્કસ છે કે બાઈડેન- હેરિસની વ્હાઈટ હાઉસની ટિકિટ પાકી છે. તેમનું ચૂંટાવું ઐતિહાસિક છે. આપણા દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા મતદાન દ્વારા પ્રેરિત છે અને અમેરિકાના ઇતિહાસમાં 73.8 મિલિયન અમેરિકન્સથી વધુ અમેરિકન તેમને પ્રેસિડેન્ટ બનવાની ટિકિટ આપી ચૂક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details