- તાલિબાને સાફ કરી દીધુ છે કે, અમેરિકી સૈન્યએ નિયત સમયમાં પરત ફરવું પડશે
- કાબૂલ એરપોર્ટ પર તાલિબાનના પડકારોનો સામનો કરવો પડી શકે છે
- લાંબા સમય સુધી સૈનિકોને કાબૂલમાં જ રાખવામાં આવશે
વોશિંગ્ટન: અફઘાનિસ્તાન(Afghanistan) થી 31 ઓગસ્ટ સુધી પોતાના સૈનિકોને કાઢવાની વાત કહેનારા અમેરિકા સામે હવે ધર્મ સંકટ ઉભુ થઇ ગયું છે. એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને(Joe Biden) સંકેત આપ્યા છે કે, જો જરૂર પડી તો તે આ સમયસીમાને વધારવા પર વિચાર કરી શકે છે, તો ત્યાં હવે તાલિબાને સાફ કરી દીધુ છે કે, અમેરિકી સૈન્યએ નિયત સમયમાં પરત ફરવું પડશે.
આ પણ વાંચો- કાબૂલથી ભારત આવેલા ભાઈને જોઇને ખુશીથી નાચી ઉઠી બહેન
રાજનીતિક દળોના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની સ્થિતિની જાણકારી અપાશે
હવે અમેરિકા સામે આ મુશ્કેલી છે કે, તે તાલિબાનની ધમકીથી રોકાઇ જશે અથવા ફરી પોતાના મિત્ર દેશોની સલાહ માનશે. જો બાઇડેનના સામે સૌથી મોટું સંકટ એ છે કે, જી-7 દેશના દબાવમાં જો તે કાબૂલમાં પોતાના સૈનિકોને રોકે છે, તો કાબૂલ એરપોર્ટ પર તાલિબાનના પડકારનો સામનો કરવો પડી શકે છે. સરકાર દ્વારા બધા રાજનીતિક દળોના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની સ્થિતિની જાણકારી આપવામાં આવશે.
કાબૂલમાં લાંબા સમય સુધી રોકાવા માંગે છે જી-7 દેશ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, 31 ઓગસ્ટ સુધી તેમની કોશિશ છે કે બધા અમેરિકી સૈનિકોને બહાર કાઢવામાં આવશે, પરંતું આ દાવા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, તે અમેરિકાને અપીલ કરશે કે, લાંબા સમય સુધી સૈનિકોને કાબૂલમાં જ રાખવામાં આવશે. બોરિસ જોનસને આ મુદ્દા પર જી-7 દેશની મીટીંગ બોલાવી છે, જેમાં પ્રસ્તાવ મૂકવામાં આવશે કે, અમેરિકી સેનાને લાંબા સમય સુધી કાબૂલમાં રોકાવું જોઇએ, કારણ કે, હજું પણ રેસ્ક્યૂ ઓપરેશન પુરુ થયું નથી.