- યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રમુખ એમી ગુટમેન જર્મનીમાં US એમ્બેસેડર તરીકે નિમાશે
- 2004થી ફિલાડેલ્ફિયામાં IV લીગ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે
- બાઈડને (Joe Biden) ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી વિદેશી નીતિ કેન્દ્રની સ્થાપના કરી
વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) શુક્રવારે જાહેરાત કરી કે, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રમુખ એમી ગુટમેનને જર્મનીમાં US એમ્બેસેડર તરીકે નિમાશે. ગુટમેન 2004થી ફિલાડેલ્ફિયામાં IV લીગ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યાં બાઈડને ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી વિદેશી નીતિ કેન્દ્રની સ્થાપના કરી.
એમી ગુટમેન સાત દેશોના ગ્રુપમાં નામાંકિત થનારી અમેરિકાની પહેલી રાજદૂત
તે સાત દેશોના ગ્રુપમાં નામાંકિત થનારી અમેરિકાની પહેલી રાજદૂત હશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના વ્હાઇટ હાઉસ પ્રવાસના બે અઠવાડિયા પહેલા જ તેણીના નામાંકનની ઘોષણા કરવામાં આવી છે. જો સેનેટમાં તેના નામની પુષ્ટિ થાય છે તો તે સપ્ટેમ્બરમાં જર્મનીની સંસદીય ચૂંટણી બાદ કાર્યાલય પર જશે.