ગુજરાત

gujarat

ETV Bharat / international

મારું રાષ્ટ્રીય દળ દેશની સુરક્ષા કરશેઃ જો બાઈડન - અમેરિકા ન્યૂઝ

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડને કેટલાક પ્રધાનોના નામની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, અમેરિકા વિશ્વનું નેતૃત્વ કરવા માટેે તૈયાર છે.

JOE BIDEN
JOE BIDEN

By

Published : Nov 25, 2020, 2:24 PM IST

  • જો બાઈડને પ્રધાનોના નામ અંગે કરી જાહેરાત
  • મેરિકા વિશ્વનું નેતૃત્વ કરવા માટેે તૈયાર- જો બાઈડન
  • અમારું દળ દેશની સુરક્ષા કરશે

વૉશિંગ્ટનઃ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેમની પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષા બળ દેશની સુરક્ષા કરવા સક્ષમ છે. જેથી એ પ્રદર્શિત કરી શકાય કે, અમેરિકા વિશ્વનું નેતૃત્વ કરવા એક વાર ફરી તૈયાર છે, નહીં કે પાછળ જવા.

બાઈડને પ્રધાનોના નામ અંગે કરી જાહેરાત

ડેલાવેયરના વિલમિંગટનમાં પોતાની સત્તા સ્થાનાંતરણના મુખ્ય મથકથી બાઈડને રાજદ્વારી એન્ટોની બ્લિન્કનને વિદેશ પ્રધાન, એલેજાન્દ્રો મયોરકાસને હોમલેન્ડ સિક્યોરીટી પ્રધાન, લિંડા થોમસ ગ્રીનફીલ્ડને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદુત અને એવરિલ હૈંસને રાષ્ટ્રિય ખુફિયા નિદેશક તરીકે નિમવા માટે ઘોષણા કરી છે. એવરિલ હૈંસને રાષ્ટ્રિય ખુફિયા નિદેશક બનનારી પહેલી મહિલા હશે.

આ ઉપરાંત બાઈડને જૉન કૈરીને રાષ્ટ્રપતિના વિશેષ આબોહવા દૂત તરીકે અને રાષ્ટ્રીય સલાહકાર તરીકે જેક સુલિવન (43) ના નામની પણ જાહેરાત કરી છે.

વિશ્વનું નેતૃત્વ કરવા અમેરિકા ફરી એક વાર તૈયાર

જો બાઈડને એક સંબોધનમાં કહ્યું કે, 'આ એક એવું દળ છે જે આપણા દેશ અને દેશની જનતાને સુરક્ષિત રાખશે. આ એક એવી પાર્ટી છે જે તે તથ્યને પ્રદર્શિત કરશે કે અમેરિકા વિશ્વનું નેતૃત્વ કરવા માટે ફરી એક વાર તૈયાર છે, નહીં કે પાછળ જવા. એક વાર ફરી સર્વશ્રેષ્ઠ બનવા, પોતાના પ્રતિદ્વંદ્વિઓનો સામનો કરવા અને સહયોગી સાથે ઉભા રહેવા તથા આપણા મુલ્યો સામે લડવા માટે તૈયાર છે.'

ABOUT THE AUTHOR

...view details