વોશિંગટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત રિચર્ડ વર્માએ કહ્યું કે ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવાર જો બાઇડેન નવેમ્બરમાં યોજાનારી ચૂટણી જીતશે તો તેઓ સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને નવુ રૂપ દેવામાં મદદ કરશે. જેથી ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સીટ મળી શકે.
ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદમાં અનેક પ્રકારના સુધારાઓ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. તેમનું કહેવુ છે કે તેનું સ્વરૂપ હાલની વાસ્તવિકતાને નથી દર્શાવી રહ્યું અને ના તો તેનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.
શનિવારે વર્માએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે બાઇડેનના નેતૃત્વ હેઠળ, તેઓ સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને નવુ રૂપ દેવામાં મદદ કરશે, જેથી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બની શકે. અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ, રૂસ અને ચીન તેના પાંચ સ્થાયી સભ્યો છે. જેમાં ફક્ત ચીન એક જ ભારતને યૂએનએસસીનો કાયમી સભ્ય બનાવવાનો વિરોધ કરી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે બાઇડેન આપણા નાગરિકોને સુરક્ષિત રાખવા માટે ભારતની સાથે મળીને કામ કરશે. આનો અર્થ એ છે કે તેઓ સીમા પાર આતંકવાદના મામલાને લઇ તેમજ ભારતના પડોશી દેશો ભારતની યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરશે તો તેઓ ભારતનો સાથ આપશે.