ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રમ્પ હજી કોરોનાથી પ્રભાવિત છે તો હું બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં હાજર નહી રહુંઃ બાઈડન - જો બાઈડન

અમેરિકામાં 15 ઓક્ટોબરે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાનાર છે. એવામાં બાઈડને કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ કોરોનાથી સંક્રમિત હશે તો હું આ ડિબેટમાં ભાગ નહી લઉં.

biden
biden

By

Published : Oct 7, 2020, 12:43 PM IST

વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત છે અને ત્રણ દિવસની સારવાર લીધા બાદ હજી વ્હાઈટ હાઉસમાં પરત ફર્યા છે. પરંતુ તેમ છતાં તેમની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઇ રહી. 15 ઓક્ટોબરે બીજી પ્રેસિડેન્સિયલ ડિબેટ યોજાવાની છે, જેને લઈ બાઈડને એક શરત રાખી છે.

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડને કહ્યું કે જ્યાં સુધી ટ્રમ્પ સંપૂર્ણ સંક્રમણથી બહાર ન આવે ત્યાં સુધી તેઓ ચર્ચામાં ભાગ લેશે નહીં. તમને જણાવી દઈએ કે ટ્રમ્પના અન્ય સલાહકાર સ્ટીફન મિલર પણ કોવિડ -19 થી પ્રભાવિત થયા છે.

જો બાઈડને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હશે તો પ્રેસિડેન્શિયલ ડિબેટનું આયોજન ન કરવું જોઈએ.

15 ઓક્ટોબરે યોજાનારી બીજી પ્રેસડેન્સિયલ ડિબેટને લઈ ઉમેદવાર બાઈડને કહ્યું કે કોરોના સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ જયાં સુધી સંપુર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ આ ચર્ચા ભાગ લેશે નહીં.

આ અગાઉ બાઈડને પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વધુમાં બાઈડને કહ્યું તે આ ડિબેટને લઈ પહેલા ડોક્ટરો સાથે વાતચીત કરશે અને ડોક્ટરની સલાહ મુજબ તે નક્કી કરશે કે ડિબેટમાં ભાગ લેવો કે નહી. હવે જોવું રહ્યુ કે 15 અને 22 ઓક્ટોબરે યોજાનારી પ્રેસિડેન્શિયલ ડિબેટ થશે કે નહી.

ABOUT THE AUTHOR

...view details