એટલાન્ટા: અમેરિકાના દક્ષિણ પૂર્વી રાજ્ય જ્યોર્જિયા શહેરના અટલાન્ટામાં પોલીસની નિર્દયતા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કાયદાના અધિકારીઓ દ્વારા એક અશ્વેત વ્યકિતની ધરપકડ દરમિયાન તેની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આ વ્યક્તિની હત્યા કર્યા પછી એટલાન્ટામાં ગુસ્સે થયેલા લોકો ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી ગયા છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર જ્યોર્જિયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને કહ્યું છે કે, આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. લોકોએ ફરિયાદ કરી હતી કે, એક સ્થાનિક રેસ્ટોરન્ટ પાસે ફૂટપાથ પર પાર્ક કરેલી કારમાં રેશાર્ડ બ્રૂક્સ નામનો એક વ્યક્તિ કારમાં સૂતો હતો. તેના લીધે અન્ય ગ્રાહકોને તકલીફ પડી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, 27 વર્ષીય રેશાર્ડ બ્રુક્સ નશામાં સૂતો હતો.